હોમ પેજ / રેસિપી / વેજ ક્લબ સેન્ડવીચ કેક

Photo of vej clab sandwich cake by Dipika Ranapara at BetterButter
426
0
0.0(0)
0

વેજ ક્લબ સેન્ડવીચ કેક

Jul-23-2018
Dipika Ranapara
10 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

વેજ ક્લબ સેન્ડવીચ કેક રેસીપી વિશે

વેજ કલ્બ સેન્ડવીચ કેક એક ખૂબજ સુંદર, સ્વાદિષ્ટ ઇનોવેટીવ વાનગી છે. દહી, મેયોનિઝ, કેબીજ, કેપ્સીકમ, સ્વીટકોર્ન , બટર, લીલી ચટણી, અને કેચઅપ સાથે મીઠું, મરી પાવડર અને સંચળ. બસ, આટલી જ સામગ્રી માથી સ્વાદિષ્ટ અને ઇનોવેટીવ ઝટપટ વાનગી બનાવી છે. તો આની રીત શીખીએ.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • કિટ્ટીપાર્ટી
  • ભારતીય
  • ગ્રીલ્લીંગ
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1. 8 સ્લાઇસ બ્રેડ
  2. 1કપ ઝીણી સમારેલા કેપ્સીકમ
  3. 1કપ બાફેલા સ્વીટકોર્ન
  4. 2કપ પાતળી સમારેલી કેબીજ
  5. 1/2કપ મેયોનીઝ
  6. 1/2 કપ દહી
  7. બટર જરુરીયાત મુજબ ગ્રીલ કરવા માટે
  8. લીલી ચટણી 8 ચમચી
  9. મીઠું સ્વાદ અનુસાર
  10. 1ટી સ્પૂન મરી પાવડર
  11. 1ટી સ્પૂન સંચળ પાવડર
  12. *લીલી ચટણી ની સામગ્રી : બધી સામગ્રી પીસી ઉપયોગમાં લેવી.
  13. 10 લીલા મરચાં ઝીણા સમારેલા
  14. 1કપ ઝીણી સમારેલી કોથમીર
  15. 1/2 લીંબુનો રસ
  16. મીઠું
  17. *સજાવટ ની સામગ્રી:
  18. મેયોનિઝ
  19. 2ટેબલ સ્પૂન ટામેટા કેચઅપ
  20. 1ટી સ્પૂન લીલી ચટણી

સૂચનાઓ

  1. સૌ પ્રથમ એક વાસણ માં પાતળી કાપેલી કથાબીજ, બાફેલા સ્વીટકોર્ન, કેપ્સીકમ, મેયોનિઝ, દહી ઉમેરો .
  2. મીઠું સ્વાદ અનુસાર, મરી પાવડર અને સંચળ ઉમેરી હલાવી લો.
  3. બ્રેડ બધી ની સ્લાઇસ પર લીલી ચટણી ફેલાવો.
  4. એક બ્રેડ ની સ્લાઇસ પર વેજીટેબલ મીશ્રણ ફેલાવો. બીજી સ્લાઇસ ઊંધી મૂકી દો. આવી રીતે બધી જ ક્લબ સેન્ડવીચ તૈયાર કરવી.
  5. હવે, એક ગ્રીલ પેન ગરમ કરી તેમાં બટર સાથે વારાફરતી બધી જ ક્લબ સેન્ડવીચ બન્ને બાજુ બરાબર શેકી લો.
  6. હવે, બે ગ્રીલ સેન્ડવીચ વચ્ચે ફરીથી લીલી ચટણી અને મેયોનિઝ નાખી ટાવર તૈયાર કરવો.
  7. આખા સેન્ડવીચ ટાવર ફરતે મેયોનિઝ થી કવર કરી ટામેટા કેચઅપ, લીલી ચટણી અને મેયોનિઝ ને પાઇપીંગ બેગ માં ભરી મનપસંદ ડીઝાઇન કરી સજાવટ કરો .સેન્ડવીચ કેક ની ફરતે વેજીટેબલ મીશ્રણ ફેલાવો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર