હોમ પેજ / રેસિપી / વેજ ઑ ગ્રાટીન

Photo of Baked vegetable au gratin by Purvi modi at BetterButter
360
0
0.0(0)
0

વેજ ઑ ગ્રાટીન

Jul-23-2018
Purvi modi
10 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

વેજ ઑ ગ્રાટીન રેસીપી વિશે

આ વ્હાઈટ સોસ માં બનાવવામાં આવતી સ્પેનિશ ડીશ છે જે બાળકોને ખૂબ પસંદ આવશે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બાળકો માટે વાનગીઓ
  • સ્પેનીશ
  • બેકિંગ
  • બાફવું
  • સાંતળવું
  • સાઈડ ડીશેસ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 3

  1. બટર ૧ + ૨ ટેબલસ્પૂન
  2. મેંદો ૨ ટેબલસ્પૂન
  3. દૂધ ૨ કપ
  4. બાફેલા શાકભાજી ( ગાજર, ફણસી, લીલા વટાણા, અમેરીકન મકાઈના દાણા) ૧ અને ૧/૨ કપ
  5. મીઠું સ્વાદ અનુસાર
  6. વાટેલા કાળા મરી ૧ + ૧ ટેબલસ્પૂન
  7. ચીલી ફ્લેક્સ ૧ ટેબલસ્પૂન
  8. છીણેલી પ્રોસેસડ ચીઝ ૩ કયુબ

સૂચનાઓ

  1. એક નોનસ્ટિક પેનમાં ૧ ટેબલસ્પૂન બટર ગરમ કરો
  2. તેમાં બાફેલા શાકભાજી, સ્વાદ પ્રમાણે મીઠું અને ૧ ટેબલસ્પૂન વાટેલા કાળા મરી ઉમેરી ૨ મિનિટ સુધી સાંતળી એક બાઉલમાં કાઢી લો.
  3. હવે તે જ પાનમાં ૨ ટેબલસ્પૂન બટર ગરમ કરી તેમાં મેંદાને શેકી લો.
  4. હવે તેમાં દૂધ રેડીને હેન્ડ વહીસ્કર થી સતત હલાવતા રહો જેથી ગઠ્ઠા ન પડે.
  5. મિશ્રણ થોડુ ઘટ્ટ થાય એટલે તેમાં મીઠું, વાટેલા કાળા મરી અને ચીલી ફ્લેક્સ ઉમેરી મિક્સ કરો.
  6. હવે તેમાં સાંતળેલા શાકભાજી ઉમેરી દો.
  7. મિશ્રણ ને બેંકીંગ ટ્રે માં રેડીને ઉપર છીણેલી ચીઝ પાથરો.
  8. પ્રી હીટ કરેલા ઓવનમા ૧૮૦°સે. પર ૧૦ મિનિટ સુધી બેક કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર