હોમ પેજ / રેસિપી / વઘારેલો ખાટ્ટો રોટલો

Photo of Vadharelo khatto rotlo by Dipika Ranapara at BetterButter
431
0
0.0(0)
0

વઘારેલો ખાટ્ટો રોટલો

Jul-23-2018
Dipika Ranapara
2 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

વઘારેલો ખાટ્ટો રોટલો રેસીપી વિશે

વધારેલ ખાટ્ટો રોટલો એ ગુજરાતીઓ નની ખૂબજ પ્રિય વાનગી છે. ઠંડા વાતાવરણ મા ખાવાં ની મજા જ ઓર છે. બાજરી ના ઠંડા રોટલા ના ટૂકડા ને છાસ ની ગ્રેવી મા બનાવવામાં આવે છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • ધીમે ધીમે ઉકાળવું
  • મૂળભૂત વાનગીઓ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. 1બાજરી નો રોટલા
  2. 1ટી સ્પૂન તેલ
  3. 1ટી સ્પૂન રાઇ
  4. ચપટી હિંગ
  5. 1ટેબલ સ્પૂન લીલું લસણ બારીક સમારેલ
  6. 1મધ્યમ આકારની ડુંગળી ઝીણી સમારેલી
  7. 2 કપ છાસ
  8. મીઠું સ્વાદ અનુસાર
  9. મરચું 1ટી સ્પૂન
  10. 1/2 ટી સ્પૂન હળદર
  11. ઝીણી સમારેલી કોથમીર સજાવટ માટે

સૂચનાઓ

  1. એક કડાઈ માં તેલ ગરમ કરી તેમાં રાઇ નાખો અને હિંગ નાખો ત્યાર બાદ વાટેલા આદૂ મરચા નાખી સાંતળો .
  2. લીલું લસણ નાખી સાંતળો.
  3. ઝીણી સમારેલી ડુંગળી નાખી સાંતળો.
  4. છાસ નાખી બરાબર હલાવી લો અને ખદખદવા દો
  5. મીઠું સ્વાદ અનુસાર, મરચું, હળદર અને કોથમીર નાખી બરાબર હલાવી લો .
  6. બાજરી ના રોટલા ના ટૂકડા નાખી બરાબર ધીમે ધીમે ઉકળવા દો.
  7. ટૂકડા પોચા થઇ જાય એટલે ગેસ બંધ કરી દો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર