Photo of Khandvi by Shyama Amit at BetterButter
670
0
0.0(0)
0

ખાંડવી

Jul-24-2018
Shyama Amit
15 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ખાંડવી રેસીપી વિશે

બધા ગુજરાતી ની પસંદીદા વાનગી

રેસીપી ટૈગ

  • ગુજરાત

સામગ્રી સર્વિંગ: 4

  1. 1 કપ બેસન
  2. 1 કપ દહીં.
  3. 2 કપ પાણી
  4. 1/8 ચમચી હીંગ
  5. 1 ચમચી આદુની પેસ્ટ
  6. 1/4 ચમચી હળદર પાવડર
  7. સ્વાદ મુજબ મીઠૂં
  8. વઘાર માટે
  9. 1 ચમચી તેલ
  10. 1 નાની ચમમી રાઇ,
  11. 2-3 લીલા મરચા

સૂચનાઓ

  1. ચણાના લોટને એક વાસણમાં સારી રીતે ચાળી લો અને તેમાં દહીં, પાણી, હીંગ અને આદુની પેસ્ટ તેમજ હળદર અને મીઠું નાંખી બરાબર હલાવી મિશ્રણ તૈયાર કરો. 
  2. એક વાસણમાં તૈયાર મિશ્રણ કાઢો , અને તેને ગરમ થવા માટે ગેસ પર મૂકો. ચમચાથી હલાવી લગભગ 8-10 મિનિટ સુધી 
  3. પહેલા ગેસની વધુ આંચે ગરમ કરો અને જેવું મિશ્રણ ઘટ્ટ થવા લાગે અને મિશ્રણમાં ઉભરો આવે એટલે ગેસની આંચ ધીમી કરી દો
  4. મિશ્રણ બરાબર ચઢીને ઘટ્ટ થઇ ગયું છે એટલે તેને ગેસની આંચ પરથી ઉતારી લો.
  5. મિશ્રણને થાળી કે ટ્રેને ચીકણી કર્યા વગર ચમચા કે વાટકીની મદદથી બરાબર પાતળું ફેલાવી દો. 
  6. થોડી વાર પછી મિશ્રણ જામી જશે એટલે તેને ચાકુની પટ્ટીમાં કાપી લો. આ પટ્ટીને એક પછી એક રોલ કરતા જાઓ અને અલગ પ્લેટમાં કાઢી લો.
  7. કઢાઈમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થતાં જ તેમાં રાઈ નાંખો , પછી લીલા મરચાં નાંખી ગેસ બંધ કરી દો , અને આ તેલના મિશ્રણને થોડું થોડું કરી ખાંડવીની ઉપર ઉમેરો અને સર્વ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર