હોમ પેજ / રેસિપી / રાયતા મરચાં (ભાવનગરી મરચાં)

Photo of raita marcha (bhavnagari chilli) by Khushboo Doshi at BetterButter
1519
0
0.0(0)
0

રાયતા મરચાં (ભાવનગરી મરચાં)

Jul-24-2018
Khushboo Doshi
2 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
10 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રાયતા મરચાં (ભાવનગરી મરચાં) રેસીપી વિશે

રાયતા મરચાં એ અેક ગુજરાતનાં કાઠિયાવાડી લોકોનુ ખુબ જ પ્રખ્યાત અને ટ્રેડીશનલી બનતા રાયતા મરચાં છે.જે મોસ્ટલી બધાજ ગુજરાતીનાં ઘરો માં બનતા હોય છે.આમ તો આ કોઈ પણ ડિશ સાથે સર્વ કરી શકાય છે પણ સ્પેશ્યલી આ મરચાં ને કાઠીયાવાડી ડીશ(ઓળો -રોટલા, સેવ ટમેટા ,કાંદા ગાઠીયા ,ભરેલા રીંગણ બટેકા જેવા શાક સાથે સર્વ કરો ),થેપલા અને ખીચડી સાથે પણ સર્વ કરવામાં આવે છે. લોકો આ મરચાં ને સ્ટફ કરીને બનાવે છે અહીં મે ભાવનગરી મરચાં લઇ ને બનાવ્યા છે. આ મરચાં 1 મહીના સુધી ફ્રીઝ માં સારા રહે છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ભારતીય

સામગ્રી સર્વિંગ: 10

  1. 100 ગ્રામ - ભાવનગરી મરચાં
  2. 2 ચપટી હળદર
  3. 1.5 tsp રાયના કુરીયા
  4. 1/2 tsp મેથીનાં કુરીયા
  5. ચપટી હીંગ
  6. અડધા લીંબુ નો રસ
  7. 1 tsp - તેલ

સૂચનાઓ

  1. સૌ પ્રથમ ભાવનગરી મરચાં ને ધોઈ કાપી બી કાઢી લો.4 ભાગમાં કટકા કરી લો.
  2. ત્યાર બાદ તેમાં મીઠું,હળદર અને રાયનાં કુરીયા નાખોએક સાઇડ મેથીના કુરીયા અને હીંગની ઢગલી કરો. બીજી સાઈડ 1 ચમચી તેલ ગરમ કરવા મુકો. એ ગરમ થઇ જાય એટલે મેથીના કુરીયા અને હીંગની ઢગલી માં ગરમ તેલ નાખી દો.
  3. થોડું ઠંડુ થઈ જાય એટલે બઘુ મિક્ષ કરી લો.પછી તેમાં લીંબુ નો રસ નાખી એર ટાઈટ ડબ્બા માં ભરી લો.
  4. તો રેડી છે રાયતા મરચાં એને ઓળો -રોટલા, સેવ ટમેટા ,કાંદા ગાઠીયા ,ભરેલા રીંગણ બટેકા જેવા શાક સાથે સર્વ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર