Open in app

વેજીટેબલ હરિયાલી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  20 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  4 people
Disha Chavda24th Jul 2018

Vegetable Hariyali ના વિશે

Ingredients to make Vegetable Hariyali in gujarati

  • પાલક ૧ જૂડી
  • કાંદા ૩ નંગ
  • ટામેટા ૨ નંગ
  • ૧૦ થી ૧૨ કળી લસણ
  • આદુ નાનો ટુકડો
  • પનીર ખમણેલું ૧ વાટકી
  • બૉઇલ મિક્સ વેજીટેબલ ૧ મોટો વાટકો ( ફ્લાવર, વટાણા, ગાજર, ફણસી, બટાકા, બેબી કોર્ન, મશરૂમ, કેપ્સિકમ)
  • મીઠું સ્વાદાનુસાર
  • લાલ મરચા પાવડર ૨ ચમચી
  • ગરમ મસાલો ૧ ચમચી
  • આખા ધાણા ૧ ચમચી
  • સૂકા લાલ મરચા ૩ નંગ
  • તમાલપત્ર ૧
  • મોટી એલચી ૧
  • તજ લવિંગ મરી ૧ ચમચી
  • શાહી જીરું ૧ ચમચી
  • વરિયાળી ૧ ચમચી
  • મગજતરી ના બી ૨ ચમચી
  • કાજુ ૨ ચમચી
  • ખસ ખસ ૧ ચમચી
  • થોડું દૂધ
  • તેલ ૩ ચમચા
  • મલાઈ ૨ ચમચી

How to make Vegetable Hariyali in gujarati

  1. થોડું તેલ પેન માં મૂકી આખા મસાલા સેકી લેવા. ઠંડા થાય એટલે ગ્રાઇન્ડ કરવા. મગજતરી ના બી, ખસખસ અને કાજુ દૂધ માં પલાળવા. પાલક ધોઈ પાણી ઉકળે એટલે ચપટી સોડા નાખી બ્લાંચ કરવું. ત્યાર બાદ પાલક ઠંડા પાણી માં નાખવી જેથી લીલો કલર આવે ત્યારબાદ ક્રશ કરવી. કાંદા ટામેટા લસણ આદુ તેલ માં શેકી ઠંડુ થયા બાદ ગ્રેવી બનાવવી. વેજીટબલ ધોઈ વરાળે બાફી લેવાં. કાજુ ખસખસ મગજતરી અને દૂધ ના મિશ્રણ ની પેસ્ટ બનાવી.
  2. પેન માં તેલ મૂકી કાંદા ટામેટા ની ગ્રેવી નાખવી. બ્રાઉન થાય એટલે તેમાં ગ્રાઇન્ડ કરેલા સૂકા મસાલા, લાલ મરચું, ગરમ મસાલો નાખી શેકવો. ત્યાર બાદ બાફેલા વેજીટેબલ નાખી દેવા. પછી ખમણેલું પનીર નાખી શેકવું. હવે કાજુ ખસખસ અને મગજતરિ ની પેસ્ટ નાખી ઢાંકી દેવું. ૨ મિનિટ બાદ તેમાં પાલક ની પેસ્ટ અને મીઠું નાખી દેવું. છેલ્લે મલાઈ નાખી પીરસવું.

Reviews for Vegetable Hariyali in gujarati (0)

No reviews yet.

Recipes similar to Vegetable Hariyali in gujarati

  • વેજીટેબલ ફુલ

    3 likes
  • વેજીટેબલ કટલેટ

    4 likes
  • વેજીટેબલ પુલાવ

    4 likes
  • વેજીટેબલ પુલાવ

    0 likes
  • વેજીટેબલ કટલેટ

    1 likes
  • વેજીટેબલ પુલાવ

    385 likes