હોમ પેજ / રેસિપી / વેજીટેબલ હરિયાલી

Photo of Vegetable Hariyali by Disha Chavda at BetterButter
537
3
0.0(0)
0

વેજીટેબલ હરિયાલી

Jul-24-2018
Disha Chavda
20 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

વેજીટેબલ હરિયાલી રેસીપી વિશે

Mouthwatering spinach dish

રેસીપી ટૈગ

  • વેજ
  • પંજાબી
  • હાઈ ફાઈબર

સામગ્રી સર્વિંગ: 4

  1. પાલક ૧ જૂડી
  2. કાંદા ૩ નંગ
  3. ટામેટા ૨ નંગ
  4. ૧૦ થી ૧૨ કળી લસણ
  5. આદુ નાનો ટુકડો
  6. પનીર ખમણેલું ૧ વાટકી
  7. બૉઇલ મિક્સ વેજીટેબલ ૧ મોટો વાટકો ( ફ્લાવર, વટાણા, ગાજર, ફણસી, બટાકા, બેબી કોર્ન, મશરૂમ, કેપ્સિકમ)
  8. મીઠું સ્વાદાનુસાર
  9. લાલ મરચા પાવડર ૨ ચમચી
  10. ગરમ મસાલો ૧ ચમચી
  11. આખા ધાણા ૧ ચમચી
  12. સૂકા લાલ મરચા ૩ નંગ
  13. તમાલપત્ર ૧
  14. મોટી એલચી ૧
  15. તજ લવિંગ મરી ૧ ચમચી
  16. શાહી જીરું ૧ ચમચી
  17. વરિયાળી ૧ ચમચી
  18. મગજતરી ના બી ૨ ચમચી
  19. કાજુ ૨ ચમચી
  20. ખસ ખસ ૧ ચમચી
  21. થોડું દૂધ
  22. તેલ ૩ ચમચા
  23. મલાઈ ૨ ચમચી

સૂચનાઓ

  1. થોડું તેલ પેન માં મૂકી આખા મસાલા સેકી લેવા. ઠંડા થાય એટલે ગ્રાઇન્ડ કરવા. મગજતરી ના બી, ખસખસ અને કાજુ દૂધ માં પલાળવા. પાલક ધોઈ પાણી ઉકળે એટલે ચપટી સોડા નાખી બ્લાંચ કરવું. ત્યાર બાદ પાલક ઠંડા પાણી માં નાખવી જેથી લીલો કલર આવે ત્યારબાદ ક્રશ કરવી. કાંદા ટામેટા લસણ આદુ તેલ માં શેકી ઠંડુ થયા બાદ ગ્રેવી બનાવવી. વેજીટબલ ધોઈ વરાળે બાફી લેવાં. કાજુ ખસખસ મગજતરી અને દૂધ ના મિશ્રણ ની પેસ્ટ બનાવી.
  2. પેન માં તેલ મૂકી કાંદા ટામેટા ની ગ્રેવી નાખવી. બ્રાઉન થાય એટલે તેમાં ગ્રાઇન્ડ કરેલા સૂકા મસાલા, લાલ મરચું, ગરમ મસાલો નાખી શેકવો. ત્યાર બાદ બાફેલા વેજીટેબલ નાખી દેવા. પછી ખમણેલું પનીર નાખી શેકવું. હવે કાજુ ખસખસ અને મગજતરિ ની પેસ્ટ નાખી ઢાંકી દેવું. ૨ મિનિટ બાદ તેમાં પાલક ની પેસ્ટ અને મીઠું નાખી દેવું. છેલ્લે મલાઈ નાખી પીરસવું.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર