હોમ પેજ / રેસિપી / સુરતી લોચો

Photo of Surti loccha by Khushboo Doshi at BetterButter
821
4
0.0(0)
0

સુરતી લોચો

Jul-24-2018
Khushboo Doshi
420 મિનિટ
તૈયારી નો સમય
7 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સુરતી લોચો રેસીપી વિશે

ઓછા તેલમાં બનેલું બાફેલું મસલેદાર ચટણી મરચાં સેવ કાંદા સાથે સર્વ કરવામા આવતું સુરતીઓનું ફેવરીટ સ્ટ્રીટ ફુડ સુરતી લોચો .

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • બાફવું
  • સ્નેક્સ
  • લો ફેટ

સામગ્રી સર્વિંગ: 5

  1. ૧ કપ – ચનાદાલ,
  2. ૧/૩ કપ – અદડ દાલ,
  3. ૧/૪ કપ – જાડા પૌઆં
  4. ૨-૩ ચમચી- આદું-મરચાંની પેસ્ટ,
  5. ચપટી હળદર,
  6. ૧ચમચી- મરી પાવડર,
  7. ૧ ઇનો,
  8. ચપટી હિંગ,
  9. ૧ ચમચી- લાલ મરચુ પાવડર,
  10. ૨-૩ચમચી- લીંબુનો રસ,
  11. ૧ કપ- બારીક સેવ,
  12. મીઠું સ્વાદ મુજબ,

સૂચનાઓ

  1. – ચનાની દાળ અને અડદની દાળને બરોબર સાફ કરી ધોઇ ને ૬-૭ કલાક અલગ-અલગ પલાળીને રાખી મુકો.
  2. – હવે દાળ માંથી બધુ પાણી કાઢી લો. હવે પૌઆ ને ૧૦ મિનીટ પહેલા પલાળી લો.
  3. – પહેલા ચનાની દાળ ને મિક્ષ્ચરમાં હલ્કા કરકરો પીસી લો. એ દાળને પીસવા માં જેટલા પાણી ની જરુર હોય એટલું જ પાણી નાખવું. હવે ક્રશ કરેલી દાળને એક બાઉલ માં કાઢી લો.
  4. – ત્યાર બાદ અડદદાળ અને પૌઆ ને પણ ક્રશ કરી લો. હવે આ ક્રશ કરેલી દાળને ચણાદાળની પેસ્ટ સાથે જ મિક્ષ કરી લો. હવે આ મિશ્રણ માં આદુ-મરચાંની પેસ્ટ, હીંગ, હળદર, મીંઠુ, તેલ, અને થોડું પાણી નાંખી બરોબર મિક્ષ કરી ઇડદાનાં ખીરા જેવુ બેટર રાખવું. જો બેટર જાડું લાગે તો ૨-૩ચમચી પાણી ઉમેરેવું.
  5. – હવે સુરતી લોચા પકાવા માટે સ્ટીમર યા તો એનાથી પણ મોટું વાસણ લો જેમાં એ બેટર નાખેલી ડીશ આવી શકે. હવે એક મોટા વાસણ માં 3 કપ પાણી મુકી એમાં જાળી/સ્ટેન્ડ મુકો હવે જેમાં આ લોચો પકાવી શકાય.
  6. – હવે જે પ્લેટ માં લોચો પકાવનો છે એને પહેલા બટર વડે ગ્રીસ કરી લો. હવે એ બેટરમાં ઇનો નાંખી બરોબર મિક્ષ કરી હલાવી લો. હવે એ બેટર ને ડીશમાં નાખી એને ઢાંકી શકાય એવી કોઇ મોટી ડીશ ઢાંકી વરાળ વડે ૨૦ મિનીટ પાકવા દો. હવે આ લોચો ઉપર થી ફુલેલો અને પાકી ગયો છે એવુ લાગે એટલી એને ચપ્પુ નાખી ચેક કરી લેવું. જો ચીપક્તું ના હોય તો ગેસ બંધ કરી લો.
  7. – હવે લોચો રેડી છે. એને સ્પેટ્યુલા ની મદદ થી કાઢી ડીશ માં મુકી એના પર તેલ/બટર, લાલ મરચું, મરી, અને સેવ નાંખી ગ્રીન પાલખની ચટણી વડે સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર