Open in app

બોમ્બે સ્ટાઈલ ચપાટી સેન્ડવીચ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  4 people
Khushboo Doshi25th Jul 2018

bombay style chapati sandwich ના વિશે

Ingredients to make bombay style chapati sandwich in gujarati

  • ૪- ચપાટી/ રોટલી
  • ૨ - બાફેલા બટેટા (મીડીયમ સાઈઝ નાં)
  • ૨- ટમેટા
  • ૨- કાકડી
  • ૨ - કાંદા
  • ૧- કેપ્સીકમ
  • ૧- વાટકી કોથમીરની ચટણી
  • ૩-૪ ક્યુબ ચીઝ
  • સેન્ડવીચ મસાલો ટેસ્ટ
  • મુજબ મીઠુ જરૂર મુજબ

How to make bombay style chapati sandwich in gujarati

  1. એક ફલેટ ડીશ માં એક ચપાટી મુકો હવે તેનાં પર કોથમીરની ચટણી લગાવી થોડો સેન્ડવીચ મસાલો અને મીઠું નાંખો.હવે ચપાટી પર બટેકા ની પાતળી સ્લાઈઝ કરી ગોઠવી તેનાપર પાછો થોડો સેન્ડવીચ મસાલો અને મીઠું નાંખો અને કેપ્સીકમ ની પાતળી સ્લાઈઝ કાપી ગોઠવી તેના પર ચીઝ છીણી થોડો સેન્ડવીચ મસાલો અને મીઠું નાંખો.
  2. - તેના પર હવે બીજી ચપાટી મુકી ફરી ચટણી લગાવી થોડો સેન્ડવીચ મસાલો અને મીઠું નાંખો . હવે તેનાં પર સ્લાઈઝ કરેલી કાકડી ગોઠવો થોડો સેન્ડવીચ મસાલો અને મીઠું નાંખી ટમેટાની સ્લાઈઝ ગોઠવી ચીઝ નાંખો.
  3. - એના પર પાછી ચપાટી મુકી ચટણી લગાવી થોડો સેન્ડવીચ મસાલો અને મીઠું નાંખી હવે કાંદાની સ્લાઈઝ ગોઠવી થોડો સેન્ડવીચ મસાલો અને મીઠું નાંખી ચીઝ નાંખો અને ચપાટી ગોઠવી લો.આ રીતે ચપાટી ના ચાર લેયર માં રેડી કરો. - હવે નોન સ્ટીક તવાે ગરમ થાય એટલે તેના પર ૧ ચમચી બટર નાંખી આ ચપાટી સેન્ડવીચ બરાબર રીતે મુકો અને ટ્રન્સપરન્ટ લીડ ઢાંકી એને ધીમા ગેસ પર ૭-૮ મિનીટ પાકવા દો અને નીચે ની સાઈડ ક્રીસ્પી અને બ્રાઉન કલર થાય એટલે લીડ કાઢી તવા પર અેક ડીશ મુકી સાઈડ ચેન્જ કરી બીજી સાઈડ પણ આજ રીતે લીડ ઢાંકી ધીમા ગેસ પર ૭-૮ મિનીટ પાકવા મુકી દો. બીજી સાઈડ પણ સાઈડ ક્રીસ્પી અને બ્રાઉન કલર થાય એટલે લીડ કાઢી ગેસ બંધ કરી સર્વીંગ પ્લેટ માં કાઢી પીઝા કટર ની મદદથી કાપી ચીઝ છીણી સોસ અને લીલી ચટણી સાથે ગરમા ગરમ સર્વ કરો.
  4. તો રેડી છે ગરમા ગરમ બોમ્બે સ્ટાઈલ ચપાટી સેન્ડવીચ

Reviews for bombay style chapati sandwich in gujarati (0)

No reviews yet.

Recipes similar to bombay style chapati sandwich in gujarati

  • બોમ્બે સેન્ડવીચ

    0 likes
  • બોમ્બે વેજ.ચીઝ સેન્ડવીચ:

    6 likes