- એના પર પાછી ચપાટી મુકી ચટણી લગાવી થોડો સેન્ડવીચ મસાલો અને મીઠું નાંખી હવે કાંદાની સ્લાઈઝ ગોઠવી થોડો સેન્ડવીચ મસાલો અને મીઠું નાંખી ચીઝ નાંખો અને ચપાટી ગોઠવી લો.આ રીતે ચપાટી ના ચાર લેયર માં રેડી કરો. - હવે નોન સ્ટીક તવાે ગરમ થાય એટલે તેના પર ૧ ચમચી બટર નાંખી આ ચપાટી સેન્ડવીચ બરાબર રીતે મુકો અને ટ્રન્સપરન્ટ લીડ ઢાંકી એને ધીમા ગેસ પર ૭-૮ મિનીટ પાકવા દો અને નીચે ની સાઈડ ક્રીસ્પી અને બ્રાઉન કલર થાય એટલે લીડ કાઢી તવા પર અેક ડીશ મુકી સાઈડ ચેન્જ કરી બીજી સાઈડ પણ આજ રીતે લીડ ઢાંકી ધીમા ગેસ પર ૭-૮ મિનીટ પાકવા મુકી દો. બીજી સાઈડ પણ સાઈડ ક્રીસ્પી અને બ્રાઉન કલર થાય એટલે લીડ કાઢી ગેસ બંધ કરી સર્વીંગ પ્લેટ માં કાઢી પીઝા કટર ની મદદથી કાપી ચીઝ છીણી સોસ અને લીલી ચટણી સાથે ગરમા ગરમ સર્વ કરો.
તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.
रिव्यु સબમિટ કરો