હોમ પેજ / રેસિપી / મકાઈનું ભડથું

Photo of American Sweet Corn Bhartha by Chandni Bhatt at BetterButter
285
0
0.0(0)
0

મકાઈનું ભડથું

Jul-25-2018
Chandni Bhatt
20 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મકાઈનું ભડથું રેસીપી વિશે

વર્ષા ઋતુમાં મકાઈ ની આવક ખૂબ જ થાય છે. અને વર્ષા ઋતુ ના ઠંડા આહલાદક વાતાવરણમાં ગરમાગરમ મકાઈ ખાવાની પણ મજા પડે છે. મકાઈ માં ફાઈબર નું પ્રમાણ ખૂબ સારું હોવાથી સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ઉપયોગી છે. તો ચાલો આ વર્ષા ઋતુમાં મકાઈ માંથી બનતી એક મજેદાર વાનગી શીખી લઈએ. વર્ષા ઋતુમાં લીલા શાકભાજી ની પણ તંગી હોય ત્યારે ક્યુ શાક બનાવવું એ પણ એક પ્રશ્ન થતો હોય ત્યારે મકાઈ નું મજેદાર ભડથું બનાવવાની અને ખાવાની મજ્જા પડી જાય. તો ચાલો આજે મકાઈ ના ભડથા ની રેસિપી શીખી લઈએ.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હાઈ ફાઈબર

સામગ્રી સર્વિંગ: 4

  1. બાફીને અધકચરી વાટેલી અમેરિકન સ્વીટ મકાઈ ૧ નંગ
  2. ઝીણું સમારેલું કેપ્સિકમ ૧ નંગ
  3. ઝીણી સમારેલી ડુંગળી ૧ નંગ
  4. ઝીણા સમારેલા ટામેટા ૨ નંગ
  5. આદું-લસણ ની પેસ્ટ ૧ ટે. સ્પૂન
  6. તેલ ૧ ટી.સ્પૂન
  7. ઘી ૨ ટે.સ્પૂન
  8. રાઈ ૧/૨ ટી.સ્પૂન
  9. જીરું ૧/૨ ટી.સ્પૂન
  10. હિંગ ચપટી
  11. લવિંગ ૨ થી ૩ નંગ
  12. તજ નાનો ટુકડો
  13. મીઠો લીમડો ૫ થી ૭ પાન
  14. લાલ મરચું પાવડર ૨ ટી.સ્પૂન
  15. ધાણાજીરું પાવડર ૧ ટી.સ્પૂન
  16. હળદર પાવડર ૧/૨ ટી.સ્પૂન
  17. મીઠું સ્વાદ અનુસાર
  18. કિચન કિંગ મસાલા ૧ ટે.સ્પૂન
  19. કોથમીર જરૂર મુજબ

સૂચનાઓ

  1. સૌ પ્રથમ એક કડાઈમાં ઘી અને તેલ નાખી ગરમ કરો.
  2. ત્યારબાદ તેમાં રાઈ,જીરું,હિંગ,તજ અને લવિંગ અને લીમડો નાંખી વઘાર કરો.
  3. હવે તેમાં સમારેલી ડુંગળી ઉમેરી સાંતળી લો.
  4. આદુ લસણની પેસ્ટ ઉમેરી સાંતળી લો.
  5. કેપ્સિકમ ઉમેરી ચડવા દો.
  6. ટામેટાં ઉમેરી ચડવા દો. ઘી છૂટું પડે ત્યાં સુધી થવા દો.
  7. સ્મેશર વડે સ્મેશ કરી દો.
  8. બધા મસાલા કરી દો.
  9. એક થી બે મિનિટ સુધી સાંતળો.
  10. હવે તેમાં બાફીને અધકચરી વાટેલી મકાઈ ઉમેરો.
  11. ત્રણ થી ચાર મિનિટ પકાવો.
  12. ઉપરથી કોથમીર ભભરાવી ગરમાગરમ પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર