Open in app

મકાઈનું ભડથું

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  20 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  4 people
Chandni Bhatt25th Jul 2018

American Sweet Corn Bhartha ના વિશે

Ingredients to make American Sweet Corn Bhartha in gujarati

  • બાફીને અધકચરી વાટેલી અમેરિકન સ્વીટ મકાઈ ૧ નંગ
  • ઝીણું સમારેલું કેપ્સિકમ ૧ નંગ
  • ઝીણી સમારેલી ડુંગળી ૧ નંગ
  • ઝીણા સમારેલા ટામેટા ૨ નંગ
  • આદું-લસણ ની પેસ્ટ ૧ ટે. સ્પૂન
  • તેલ ૧ ટી.સ્પૂન
  • ઘી ૨ ટે.સ્પૂન
  • રાઈ ૧/૨ ટી.સ્પૂન
  • જીરું ૧/૨ ટી.સ્પૂન
  • હિંગ ચપટી
  • લવિંગ ૨ થી ૩ નંગ
  • તજ નાનો ટુકડો
  • મીઠો લીમડો ૫ થી ૭ પાન
  • લાલ મરચું પાવડર ૨ ટી.સ્પૂન
  • ધાણાજીરું પાવડર ૧ ટી.સ્પૂન
  • હળદર પાવડર ૧/૨ ટી.સ્પૂન
  • મીઠું સ્વાદ અનુસાર
  • કિચન કિંગ મસાલા ૧ ટે.સ્પૂન
  • કોથમીર જરૂર મુજબ

How to make American Sweet Corn Bhartha in gujarati

  1. સૌ પ્રથમ એક કડાઈમાં ઘી અને તેલ નાખી ગરમ કરો.
  2. ત્યારબાદ તેમાં રાઈ,જીરું,હિંગ,તજ અને લવિંગ અને લીમડો નાંખી વઘાર કરો.
  3. હવે તેમાં સમારેલી ડુંગળી ઉમેરી સાંતળી લો.
  4. આદુ લસણની પેસ્ટ ઉમેરી સાંતળી લો.
  5. કેપ્સિકમ ઉમેરી ચડવા દો.
  6. ટામેટાં ઉમેરી ચડવા દો. ઘી છૂટું પડે ત્યાં સુધી થવા દો.
  7. સ્મેશર વડે સ્મેશ કરી દો.
  8. બધા મસાલા કરી દો.
  9. એક થી બે મિનિટ સુધી સાંતળો.
  10. હવે તેમાં બાફીને અધકચરી વાટેલી મકાઈ ઉમેરો.
  11. ત્રણ થી ચાર મિનિટ પકાવો.
  12. ઉપરથી કોથમીર ભભરાવી ગરમાગરમ પીરસો.

Reviews for American Sweet Corn Bhartha in gujarati (0)

No reviews yet.

Recipes similar to American Sweet Corn Bhartha in gujarati

  • રીગણ નું ભડથું

    1 likes