Open in app

ઇન્સ્ટન્ટ મગ ની દાળ નો હલવો

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  30 min
પીરસવું  8 people
Dr.Kamal Thakkar25th Jul 2018

Instant moong dal halwa ના વિશે

Ingredients to make Instant moong dal halwa in gujarati

  • મગ ની દાળ ૧ કપ
  • ખાંડ ૧ કપ
  • ઘી ૧/૨ કપ
  • દૂધ ૫૦૦ મિલી લિટર
  • પાણી ૧ કપ
  • કાજુ ૧૦
  • બદામ ૧૦
  • પિસ્તા ૧૦
  • કિસમિસ ૧૦-૧૫
  • કેસર ના દોરા ૧૦-૧૨
  • એલચી ૫-૬

How to make Instant moong dal halwa in gujarati

  1. મગ ની દાળ ને કપડાં થી લૂછીને મિક્સર માં પીસી લો.કરકરો લોટ હોય એવું રાખવાનું છે.
  2. એક નોનસ્ટિક કઢાઈ માં ઘી નાખો.ગરમ થાય એટલે દાળ નો પાવડર ઉમેરો.
  3. ધીમા તાપે સતત હલાવો.
  4. ૧૫ મિનિટ પછી દાળ હલકી થઈ જશે અને એનો રંગ બદલાય જશે.સરસ સુગંધ આવશે એટલે સમજવાનું કે દાળ શેકાય ગઈ છે.
  5. હવે ગરમ દૂધ નાખો અને સતત હલાવો. ગાઠા ના પડે એનું ધ્યાન રાખો.
  6. બધું દૂધ સોસાય જાય એટલે એક કપ ગરમ પાણી ઉમેરો.
  7. દૂધ માં પલાળેલું કેસર પણ નાખી દો.હલાવિને ઢાંકી દો.ધીમા તાપે ચડવા દો.
  8. ૮-૧૦ મિનિટ માં બધું પાણી સોસાય જશે અને હલવો તૈયાર થઈ જશે.એલચી પાવડર અને તળેલા ડ્રાયફ્રુટ ઉમેરો.ખાંડ નાખો.
  9. ખાંડ નાખ્યા પછી હલવો થોડો ઢીલો થશે પણ ધીરે ધીરે હલાવતા રહો એટલે ખાંડ ઓગળી જશે અને હલવો માંથી ઘી છૂટશે.
  10. હલવો તૈયાર છે.હવે સેરવિંગ બાઉલ માં કાઢો.
  11. ઉપર થી ઘી ને સૂકા મેવા નાખીને ગરમાગરમ પીરસો.

Reviews for Instant moong dal halwa in gujarati (0)

No reviews yet.

Recipes similar to Instant moong dal halwa in gujarati

  • મગ ની દાળ

    4 likes
  • મગ ની દાળ

    1 likes
  • મગ ની દાળ

    1 likes
  • મગ દાળ ની ચાટ

    1 likes
  • મગ નો હલવો...

    0 likes
  • લિલી મગ ની દાળ

    2 likes