હોમ પેજ / રેસિપી / પાલક ઢોકળા સાથે લિલી ચટણી.

Photo of Dhokla in spinach puri wd green chatuney. by Naina Bhojak at BetterButter
965
1
0.0(0)
0

પાલક ઢોકળા સાથે લિલી ચટણી.

Jul-25-2018
Naina Bhojak
45 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પાલક ઢોકળા સાથે લિલી ચટણી. રેસીપી વિશે

પાલક માં ફાઇબર અને મેગ્નેશિયમ નું પ્રમાણ વધારે હોય છે એમ પર્સની ની માત્ર વધારે હોય 6 અને પાચવા માં ખૂબ હલકી આ ભાજી થી આપણે બનાવીએ ટેસ્ટી ઢોકળા.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • બાફવું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • હાઈ ફાઈબર

સામગ્રી સર્વિંગ: 6

  1. પાલક એક જુડી નાની એટલે કે ૧૨૫ગ્રામ
  2. સોજી ૨૫૦ગ્રામ
  3. ચોખાનો લોટ ૧૦૦ગ્રામ
  4. ખાતું દહીં કે છાશ સોજી પલળે એટલું ૩૦૦ગ્રામ
  5. લસણ અને લીલા તીખા મરચાં ની પેસ્ટ બે ટેબલસ્પૂન
  6. મીઠું સ્વાદ અનુસાર
  7. આદુ ની પેસ્ટ એક ટી સ્પૂન
  8. તેલ અને લાલ મરચું સજાવટ માટે
  9. લિલી ચટણી માટે કોથમીર એક જુડી
  10. ફુફીનો અડધી જુડી
  11. સિમલા મરચા એક લીલા રંગ ના
  12. લીંબુ નો રસ ટેબલસ્પૂન
  13. મીઠું સ્વાદ પ્રમાણે
  14. ટી સ્પૂન ખાંડ સ્વાદ મુજબ.
  15. આદુ એક નાનો ટુકડો.
  16. એક ટેબલસ્પૂન સીંગદાણા .

સૂચનાઓ

  1. પાલક ને ધોઈને મિક્સી માં વાટીને પલ્પ બનાવી લો
  2. સોજી માં ખાટુ દહીં અને પાલકપલ્પ નાખો
  3. જરૂર હોય તો જ પાણી ઉમેરવું
  4. આદુ લસણ અને મરચા ની પેસ્ટ નાખો
  5. ચોખાનો લોટ ઉમેરો
  6. ૨૦મિનિટ માટે પલળવા દો.
  7. હવે ઢોકળા કુકર માં પાણી નાખી ગરમ થવા દો
  8. ઢોકળા ડીશ ને તેલ લગાવી ગરમ થવા દો
  9. હવે ઢોકળા ખીરું માં ૧ટેબલસ્પૂન ઇનો નાખી
  10. ખીરું હલાવી લો સસ્થે એક ટી સ્પૂન તેલ ઉમેરો
  11. ઢોકળા ડીશ માં ખીરું રેડી કુકર માં મુકો
  12. ૨૫ મિનિટ માટે વરાળ માં બફાવા દો
  13. ત્યારબાદ ૧૫મિનિટ ઠંડા થવા દો પછી જ કાપો
  14. તો તૈયાર છે પાલક ઢોકળાં
  15. લીલી ચટણી માટે કોથમીર ફુફીનો
  16. સિમલા મરચું આદુ મીઠું ખાંડ અને સીંગદાણા
  17. તથા લીંબુ નો રસ ઉમેરી મિક્ષી માં વાટી લો
  18. તૈયાર પાલક ના ઢોકળા ઉપર લાલ મરચું
  19. છાંટી દેવું તેલ અને ચટણી સાથે આ ડીશ નો
  20. આનંદ માણો.
  21. તો તૈયાર છે પાલક ઢોકળા એની લિલી ચટણી
  22. સાથે સીગતેલ હોય તો ટેસ્ટ ખૂબ સારો આવે છે.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર