Open in app

ઓનિયન સાલન

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  25 min
પીરસવું  4 people
Purvi Modi25th Jul 2018

Onion Salan ના વિશે

Ingredients to make Onion Salan in gujarati

  • નાની ડુંગળી ૮-૧૦
  • તેલ ૪-૫ ટીસ્પૂન
  • રાઈ ૧ ટીસ્પૂન
  • જીરું ૧ ટી સ્પૂન
  • ચપટી હિંગ
  • લીમડાના પાન ૬-૭
  • ૨ ડુંગળી ની પેસ્ટ
  • વાટેલું લસણ ૬-૭ કળી
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • હળદર ૧/૨ ટી સ્પૂન
  • લાલ મરચું પાવડર ૧ ટી સ્પૂન
  • ધાણા પાવડર ૧ ટી સ્પૂન
  • ગોળ ૨ ટી સ્પૂન
  • આમલીની પેસ્ટ ૨ ટેબલસ્પૂન
  • વાટેલો મસાલો બનાવવા માટેની સામગ્રી:-
  • શીંગ દાણા ૨ ટેબલસ્પૂન
  • તલ ૨ ટેબલસ્પૂન
  • જીરું ૨ ટેબલસ્પૂન
  • આખા ધાણા ૧ ટેબલસ્પૂન
  • સૂકા લાલ મરચાં ૩-૪
  • સૂકા કોપરા નું છીણ ૨ ટેબલસ્પૂન

How to make Onion Salan in gujarati

  1. સૌપ્રથમ વાટેલો મસાલો તૈયાર કરવો. તેના માટે બધા મસાલાને શેકી મિક્સરમાં વાટી લો.
  2. હવે એક કઢાઈમાં તેલ ગરમ કરો અને તેમાં રાઈ, જીરું ઉમેરો.
  3. રાઈ તતડે એટલે તેમાં હિંગ અને લીમડાના પાન ઉમેરો.
  4. હવે તેમાં ડુંગળી ની પેસ્ટ અને વાટેલું લસણ સાંતળો.
  5. હવે તેમાં વાટેલો મસાલો ઉમેરો અને લગભગ ૨ કપ પાણી ઉમેરીને બરાબર હલાવો.
  6. હવે તેમાં મીઠું, હળદર, લાલ મરચું અને ધાણા પાવડર ઉમેરીને બરાબર મિક્સ કરો.
  7. હવે તેમાં નાની આખી ડુંગળી ઉમેરીને ઢાકણથી ઢાંકી દો.
  8. લગભગ ૧૦-૧૫ સુધી અથવા ડુંગળી બરાબર ચઢી જાય ત્યાં સુધી રાંધો.
  9. હવે તેમાં ગોળ તથા આમલીની પેસ્ટ ઉમેરો અને ૨-૩ મિનિટ સુધી થવા દો. ઓનિયન સાલન તૈયાર છે.

Reviews for Onion Salan in gujarati (0)

No reviews yet.

Recipes similar to Onion Salan in gujarati

  • મિર્ચી કા સાલન

    4 likes