BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / પાઇનેપલ સ્પોંજ કેક

Photo of Pineapple sponge cake by Apeksha's Kitchen at BetterButter
0
1
0(0)
0

પાઇનેપલ સ્પોંજ કેક

Jul-25-2018
Apeksha's Kitchen
10 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પાઇનેપલ સ્પોંજ કેક રેસીપી વિશે

સ્પોંજ કેક એક બેઝિક કેક છે જેના ઉપયોગથી તમે ગમે તે ફ્લેવર ની કેક બનાવી શકો છો. આજે આપણે પાઇનેપલ ફ્લેવર ની કેક બનાવીશું.

રેસીપી ટૈગ

  • આસાન
  • બાળકો ના જન્મદિવસ માટે
  • ડેઝર્ટ
  • ઈંડા વિનાનું

સામગ્રી સર્વિંગ: 4

  1. 2 વાટકી મેંદો
  2. 1 1/2 વાટકી ખાંડ
  3. 1 ગ્લાસ દૂધ
  4. 1/2 વાટકી બટર
  5. 3 ચમચી ઓઇલ
  6. 1 ટી-સ્પુન બેકિંગ પાવડર
  7. 1/2 ટી-સ્પુન બેકિંગ સોડા
  8. 2,3 ડ્રોપ પાઇનેપલ એસેન્સ

સૂચનાઓ

  1. સૌપ્રથમ એક મોટા તપેલીમાં મીઠું નાખી તેને ઢાંકીને તેને પ્રીહિટ થવા મુકો.
  2. એક બાઉલમાં મેંદો, બેકિંગ પાવડર, બેકિંગ સોડા એડ કરી તેને ચાળીલો.
  3. બીજી તરફ દૂધ મા બટર અને ઓઇલ નાખી બરાબર મિક્સ કરી લો.
  4. હવે તેમા ખાંડ એડ કરો. ખાંડ ઓગળે ત્યાં સુધી મિક્સ કરો. હવે તેમાં ચાળેલો મેંદો એડ કરી ફરી મિક્સ કરો. તેમાં પાઇનેપલ એસેન્સ નાખી દો અને મિક્સ કરી લો.
  5. મોલ્ડ મા કે તમને ગમે તે વાસણમાં બટર અને મેંદો લગાવીલો જેથી કેક વાસણમાં ચોટે નહીં. તેમાં કેકનુ બેટર નાખીદો.
  6. હવે પહેલાંથી ગરમ કરવા માટે મુકેલા તબેલામાં એક સ્ટેન્ડ કે વાટકી મુકી કેક ટીન મુકીને ઉપરથી ઢાંકીને ઉપરથી વજન મુકો જેથી હવા બહાર ના નીકળે.
  7. શરૂઆતમાં 5 મિનિટ હાઇ ફ્લેમ પર અને પછી 10 મિનિટ મિડિયમ ફ્લેમ પર કેક ને ચઠવા દો.
  8. 15 પછી ટુથપીક નાખી ને ચેક કરીલો. કેક ઠંડી થાય પછી અનમોલ્ડ કરીલો. તૈયાર છે કેક.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર