Open in app

કપૂરીયા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  20 min
પીરસવું  4 people
Hetal Sevalia25th Jul 2018

Kapuria ના વિશે

Ingredients to make Kapuria in gujarati

  • 3 કપ કપૂરીયા નો લોટ
  • 4 કપ છાશ
  • 1 ચમચી લીલા મરચાં ની પેસ્ટ
  • 1/2 ચમચી આદું ની પેસ્ટ
  • 1 ચમચી તલ
  • 1/2 ચમચી જીરું
  • 3 ચમચી તેલ
  • 1/4 ચમચી હીગ
  • 1/4 ચમચી હળદર
  • મીઠું સ્વાદ અનુસાર
  • 3 ચમચી શીગદાણા
  • 3-4 ચમચી વટાણા

How to make Kapuria in gujarati

  1. સૌપ્રથમ એક કઢાઈમાં છાશ લઈ તેમાં મીઠું, હળદર, હીગ, જીરું, તલ,લીલું મરચું, આદું, તેલ,વટાણા, શીગ દાણા ઉમેરી ઉકાળો.
  2. ઉકળવા લાગે એટલે લોટ ઉમેરો. ધીરે ધીરે ઉમેરતા જાઓ અને હલાવતા જાઓ. ગાઠા ન પડે તેનું ધ્યાન રાખવું. મિક્સ થાય પછી2 મિનિટ રાખી નીચે ઉતારી લો.
  3. હવે ઢોકળીયા માં પાણી ગરમ કરવા મૂકો.હવે પાણી વાળો હાથ કરી ઉપર ના મિશ્રણ માં થી થોડું મિશ્રણ લઈ ગોળો વાળી અંગુઠા થી દબાવી લો.તેને ઢોકળીયા માં મૂકી બાફી લો.
  4. 10 મિનિટ ફાસ્ટ ગેસ પર બાફી લો. ડીશ માં કાઢી પીસ પાડી ઉપર થી તેલ રેડો. ગરમાગરમ સવૅ કરો.
  5. જયારે ઠંડા પડે પછી તે ને કાપી ને રાઈ નો વઘાર કરી વઘારી લો.
  6. પીસી સ લાલ કરવા.

Reviews for Kapuria in gujarati (0)

No reviews yet.

Recipes similar to Kapuria in gujarati

  • ચટપટા કપૂરીયા

    5 likes