હોમ પેજ / રેસિપી / મગની દાળ ના કબાબ

Photo of Mag dal kebab by Rani Soni at BetterButter
0
0
0(0)
0

મગની દાળ ના કબાબ

Jul-25-2018
Rani Soni
4 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મગની દાળ ના કબાબ રેસીપી વિશે

અત્યાર સુધી, તમે ઘણા પ્રકારના કબાબો બનાવ્યા અને ખાધા હશે. હવે ટ્રાય કરો મગની દાળ ના ગરમ ક્રિસ્પી કબાબ. તેઓ ચા સાથે ખૂબ મજેદાર લાગે છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • કિટ્ટીપાર્ટી
  • ભારતીય
  • શેલો ફ્રાય
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 1 કપ મગ દાળ
  2. 1 કપ દહીં (પાણી નિતારેલું)
  3. ઘી 1 ચમચી
  4. 1 ચમચી આદુ,લીલા મરચાં, લસણ પેસ્ટ
  5. 1/2 નાની ચમચી જીરુ
  6. એક ચમચી શેકેલા ચણાનો લોટ
  7. સ્વાદપ્રમાણે મીઠું
  8. 1/2 ચમચી ગરમ મસાલો
  9. 1/4 ચમચી લાલ મરચું
  10. 1/2 ચમચી હળદર
  11. 5-6 ચમચી ઘી શેકવા
  12. સર્વ કરવા: 4 ચમચી લીલી ચટણી, ટોમેટો કેચપ
  13. 1 ચીઝ
  14. 1 ચમચી કોથમીર સમારેલ

સૂચનાઓ

  1. દાળને 4-5 કલાક પાણીમાં પલાડી રાખી દો.
  2. દાળને પાણી માંથી નિતારી કોરી પાડો
  3. અેક પેન માં ઘી લો
  4. જીરુ નાંખો
  5. દાળને નાંખી સાંતળો
  6. 5 મિનીટ માટે
  7. ગેસ બંધ કરો
  8. દાળ ઠંડી કરી પાણી વગર મિકસર માં કરકરી પિસી લો
  9. હવે બાઉલમાં દાળ કાઢી બધી સામગ્રી સાથે મેશ કરી લો
  10. હવે નાના કબાબ બનાવો
  11. મીડિયમ તાપ પર તવી પર ઘી નાખી ગરમ કરવા માટે મૂકો
  12. ઘી ગરમ થતાં જ કબાબ નાખી સોનેરી બદામી કબાબો શેકી લો
  13. તૈયાર છે મગ દાળ કબાબ
  14. ઉપર સમારેલ કોથમીર ,છીણેલું ચીઝ મૂકી
  15. લીલી ચટણી, ટોમેટો કેચપ સાથે સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર