હોમ પેજ / રેસિપી / સુરતી લોચો

Photo of Surti locho by Urvashi Belani at BetterButter
1010
3
0.0(0)
0

સુરતી લોચો

Jul-25-2018
Urvashi Belani
360 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સુરતી લોચો રેસીપી વિશે

આ એક સુરત ની પ્રખ્યાત વાનગી છે જે ચણા ની દાળ, અડદ ની દાળ અને પૌઆ માંથી બનાવેલ છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • બાફવું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ

સામગ્રી સર્વિંગ: 4

  1. 1 કપ ચણા દાળ
  2. 1/3 કપ અડદ ની દાળ
  3. 1/3 કપ પૌઆ
  4. 3 ચમચા વાટેલા આદુ મરચા
  5. 1/2 ચમચી હળદર
  6. 1 ચપટી હિંગ
  7. સ્વાદાનુસાર નમક
  8. 3 ચમચી તેલ
  9. 1/4 ચમચી ટાટરી
  10. 1 ચમચી ઇનો
  11. ચપટી લાલ મરચું
  12. ચપટી કાળી મરી પાવડર
  13. લોચો મસાલો બનાવવા માટે:
  14. 1 ચમચી ચાટ મસાલો
  15. 1/2 ચમચી લાલ મરચું
  16. 1/2 ચમચી કાળી મરી પાવડર
  17. 1/2 ચમચી જીરું પાવડર
  18. 1/2 ચમચી સંચર
  19. સ્વાદાનુસાર નમક

સૂચનાઓ

  1. ચણા ની દાળ અને અડદ ની દાળ ને 5 થી 6 કલાક સુધી પલાળી રાખો. પૌઆ ને ધોઇ ને 15 મિનિટ સુધી પલાળી રાખો.
  2. બંને દાળ ને ધોઈ ને મિક્સર માં પીસી પેસ્ટ બનાવો. પૌઆ ને પણ મિક્સર માં પીસી પેસ્ટ બનાવો. દાળ અને પૌઆ ના મિશ્રણ ને ભેગું કરી બરાબર હલાવો.
  3. આ મિશ્રણ માં તેલ, નમક, હિંગ, આદુમરચા, હળદર અને ટાટરી નાખી બરાબર મિક્ષ કરો.
  4. સ્ટીમર પ્લેટ ને તેલ લગાવી ચીકણું કરો. મિશ્રણ માં ઇનો નાખી બરાબર હલાવો અને તૈયારી માં સ્ટીમર પ્લેટ માં નાખી 15 મિનિટ સુધી વરાળ માં બાફો.( લાલ મરચું અને કાળી મરી ઉપર થી થોડી ભભરાવી દો)
  5. લોચો મસાલો ની બધી સામગ્રી ભેગી કરી બરાબર મિક્સ કરો.
  6. ગરમાં ગરમ લોચો સરવિંગ પ્લેટ માં નાંખી ઉપર લોચો મસાલો નાખો અને કોથમીર ની ચટણી સાથે સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર