હોમ પેજ / રેસિપી / મગ ની દાળ ના પોષ્ટીક પિઝા

Photo of Moong daal pizza by Kamal Thakkar at BetterButter
676
2
0.0(0)
0

મગ ની દાળ ના પોષ્ટીક પિઝા

Jul-25-2018
Kamal Thakkar
120 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મગ ની દાળ ના પોષ્ટીક પિઝા રેસીપી વિશે

બાર ના મેંદા ના પિઝા ની બદલે પ્રોટીન થી ભરપૂર મગ ની દાળ ના પિઝા બનાવો અને મનગમતા શાક ની ટોપિંગ કરો.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બાળકો માટે વાનગીઓ
  • મિશ્રણ
  • શેલો ફ્રાય
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. મગ ની દાળ ૨ કપ
  2. ગાજર ૧ કપ
  3. કેપ્સિકમ ૧/૨ કપ
  4. ટમેટા ૧/૨ કપ
  5. પનીર ૧/૨ કપ
  6. ઓલિવ ૨ ટેબલ સ્પૂન
  7. આદુ ૧ ઇંચ
  8. લીલા મરચા ૧
  9. મીઠું
  10. ઓરેગાનો
  11. તેલ
  12. સોડા ૨ ટી સ્પૂન

સૂચનાઓ

  1. મગ ની દાળ ને ધોઈને ૨ કલાક પલાળી દો.
  2. બે કલાક પછી દાળ માં થી પાણી નિતારી લો.
  3. હવે મિક્સર માં દાળ નાખો.આદુ મરચા નાખો .
  4. પીસીને પેસ્ટ બનવા લો.મીઠું નાખીને મિક્સ કરો.
  5. બધા શાક સમારીને તૈયાર કરો.
  6. હવે નોનસ્ટિક તવો ગરમ રાખો અને એક નાની તપેલી માં ૧/૨ કપ મગ ની દાળ ની પેસ્ટ લઇ લો.આમાં ૧ ચપટી સોડા નાખો અને હલાવો.
  7. તરત તવા પર નાખો અને અર્ધો ઇંચ જાડું પુડલા જેવું પાથરો.
  8. હવે બધા શાક ને પનીર નું ટોપિંગ કરો.
  9. બધી બાજુ તેલ લગાવો અને ઢાંકીને માધ્યમ તાપ પર ચડવા દો.
  10. ૭-૮ મિનિટ પછી ચેક કરો.નીચે શેકાય ગયું હોય તો પિઝા ને પલટી દો.
  11. પાછું થોડું તેલ બધી બાજુ લગાવો અને ઢાંકીને ૫-૬ મિનિટ ચડવા દો.
  12. હવે મગ દાળ પિઝા ને પ્લેટ પર કાઢીને ઓરેગાનો છાંટીને સોસ સાથે પીરસો.
  13. પિઝા કટર થી ટુકડા કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર