પાલક ડીલાઇટ | Spinich Delight Recipe in Gujarati

ના દ્વારા Urvashi Belani  |  26th Jul 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Photo of Spinich Delight by Urvashi Belani at BetterButter
પાલક ડીલાઇટby Urvashi Belani
  • તૈયારીનો સમય

    5

    મીની
  • બનાવવાનો સમય

    90

    મીની
  • પીરસવું

    8

    લોકો

6

0

પાલક ડીલાઇટ વાનગીઓ

પાલક ડીલાઇટ Ingredients to make ( Ingredients to make Spinich Delight Recipe in Gujarati )

  • 300 ગ્રામ પાલક
  • 2 ચમચા ઘી
  • 2 ચમચી સુજી
  • 1/2 કપ ખાંડ
  • 1 કપ માવો
  • 1/2 ચમચી ઈલાયચી પાવડર
  • 1 પેકેટ મેરી બિસ્કિટ

How to make પાલક ડીલાઇટ

  1. પાલક ને ધોઈ ને ઉકળતા પાણી માં નાખી ગેસ બંધ કરી દો અને 5 મિનિટ ઢાંકી દો. ઠંડુ પડે ત્યારે પાલક ને પાણી માંથી કાઢી પાણી નીચોવી લો અને મિક્સર માં પીસીને પેસ્ટ બનાવો.
  2. ઍક કઢાઈ માં ધી ગરમ કરી સૂજી નાખો, જ્યારે સૂજી ગુલાબી રંગની થઈ જાય ત્યારે પાલક ની પેસ્ટ નાખો. 2 મિનિટ પછી માવો ,ખાંડ અને ઈલાયચી પાવડર નાખી ધીમી આંચ પર મૂકો. જ્યારે મિશ્રણ ગાઢું થઈ જાય ત્યારે ગેસ બંદ કરી દો.
  3. એક મેરી બિસ્કિટ લઇ તેના પર આ મિશ્રણ મુકો, ફરીથી મેરી બિસ્કિટ અને મિશ્રણ મુકો. આ રીતે એક પછી એક મૂકી આખો ટાવર બનાવો અને આ ટાવર ને પણ મિશ્રણ થી કવર કરી દો.
  4. આ ટાવર ને ફ્રીઝ માં 1 કલાક સુધી મુકો.
  5. જ્યારે ટાવર સેટ થઈ જાય ત્યારે તેને થોડાં ત્રાંસા આકાર માં કાપી સર્વ કરો.

My Tip:

મિશ્રણ થોડું ઠંડુ થાય પછી તેનો ટાવર બનાવવો જોઇએ.

Reviews for Spinich Delight Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો