હોમ પેજ / રેસિપી / પાલક ડીલાઇટ

Photo of Spinich Delight by Urvashi Belani at BetterButter
812
11
0.0(0)
0

પાલક ડીલાઇટ

Jul-26-2018
Urvashi Belani
5 મિનિટ
તૈયારી નો સમય
90 મિનિટ
રાંધવાનો સમય
8 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પાલક ડીલાઇટ રેસીપી વિશે

આ રેસીપી મારી ઈનોવેટિવ છે. આ રેસીપી માં પાલક નું મીઠું મિશ્રણ તૈયાર કરી તેને મેરી બિસ્કિટ સાથે જમાવી કશું નવું કર્યું છે જે ખુબજ સ્વાદિષ્ટ અને સુંદર મીઠાઈ બની છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • બાળકો ના જન્મદિવસ માટે
  • બાળકો માટે વાનગીઓ
  • મિશ્રણ
  • શેકેલું
  • પીસવું
  • ઉકાળવું
  • સાંતળવું
  • ડેઝર્ટ
  • ઈંડા વિનાનું

સામગ્રી સર્વિંગ: 8

  1. 300 ગ્રામ પાલક
  2. 2 ચમચા ઘી
  3. 2 ચમચી સુજી
  4. 1/2 કપ ખાંડ
  5. 1 કપ માવો
  6. 1/2 ચમચી ઈલાયચી પાવડર
  7. 1 પેકેટ મેરી બિસ્કિટ

સૂચનાઓ

  1. પાલક ને ધોઈ ને ઉકળતા પાણી માં નાખી ગેસ બંધ કરી દો અને 5 મિનિટ ઢાંકી દો. ઠંડુ પડે ત્યારે પાલક ને પાણી માંથી કાઢી પાણી નીચોવી લો અને મિક્સર માં પીસીને પેસ્ટ બનાવો.
  2. ઍક કઢાઈ માં ધી ગરમ કરી સૂજી નાખો, જ્યારે સૂજી ગુલાબી રંગની થઈ જાય ત્યારે પાલક ની પેસ્ટ નાખો. 2 મિનિટ પછી માવો ,ખાંડ અને ઈલાયચી પાવડર નાખી ધીમી આંચ પર મૂકો. જ્યારે મિશ્રણ ગાઢું થઈ જાય ત્યારે ગેસ બંદ કરી દો.
  3. એક મેરી બિસ્કિટ લઇ તેના પર આ મિશ્રણ મુકો, ફરીથી મેરી બિસ્કિટ અને મિશ્રણ મુકો. આ રીતે એક પછી એક મૂકી આખો ટાવર બનાવો અને આ ટાવર ને પણ મિશ્રણ થી કવર કરી દો.
  4. આ ટાવર ને ફ્રીઝ માં 1 કલાક સુધી મુકો.
  5. જ્યારે ટાવર સેટ થઈ જાય ત્યારે તેને થોડાં ત્રાંસા આકાર માં કાપી સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર