Open in app

Cheese Chilla Pockets

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  25 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  4 people
Chandni Bhatt26th Jul 2018

Cheese Chilla Pokets ના વિશે

Ingredients to make Cheese Chilla Pokets in gujarati

  • પુડલા નું ખીરું બનાવવા માટેની સામગ્રી:-
  • બેસન 2 કપ
  • દહીં 1/2 કપ
  • શેકેલું જીરું પાવડર 1 ટી.સ્પૂન
  • વાટેલો અજમો 1/2 ટી. સ્પૂન(optional)
  • મીઠું સ્વાદ અનુસાર
  • હળદર 1/2 ટી.સ્પૂન
  • લાલ મરચું પાવડર 1 ટી. સ્પૂન
  • પાણી જરૂર મુજબ
  • પૂરણ માટેની સામગ્રી:-
  • છીણેલા ગાજર 2 નંગ
  • છીણેલુ બીટ 1 નંગ (નાનું)
  • ઝીણી સમારેલી ડુંગળી 1 નંગ(મોટી)
  • ઝીણું સમારેલું કેપ્સિકમ 1 નંગ
  • છીણેલું ચીઝ 100 ગ્રામ
  • ટોમેટો કેચપ 2 ટે.સ્પૂન
  • બટર 2 ટે.સ્પૂન
  • આદુ લસણ ની પેસ્ટ 1 ટે. સ્પૂન
  • કોથમીર જરૂર મુજબ
  • મીઠું સ્વાદ અનુસાર
  • ચીલી ફ્લેક્સ 1 ટી.સ્પૂન
  • ઓરેગાનો 1 ટી.સ્પૂન
  • અન્ય સામગ્રી:-
  • તેલ અથવા બટર ચિલ્લા શેકવા માટે
  • છીણેલું ચીઝ ગાર્નિશ કરવા
  • મનપસંદ ડીપ પીરસવા માટે

How to make Cheese Chilla Pokets in gujarati

  1. સૌ પ્રથમ ચિલ્લા નું ખીરું તૈયાર કરવા માટે બેસન માં દહીં,મીઠું,અજમો,જીરું વગેરે સામગ્રી ઉમેરી જરૂર મુજબ પાણી ઉમેરી ચિલ્લા ઉતારી શકાય તેવું ખીરું તૈયાર કરવું.
  2. એક પૅન માં બટર ગરમ કરી તેમાં ડુંગળી અને આદુ લસણ ની પેસ્ટ સાંતળી લેવી.
  3. હવે તેમાં છીણેલું ગાજર,બીટ,કેપ્સિકમ ઉમેરી સાંતળી લેવું.
  4. ચીલી ફ્લેક્સ,ઓરેગાનો,મીઠું,કેચપ વગેરે ઉમેરી મિક્સ કરી લેવું.
  5. ગેસ બંધ કરી તેમાં ચીઝ અને કોથમીર ભભરાવી મિક્સ કરી એક બાજુ થોડું ઠંડુ થવા મૂકી દો.
  6. હવે તવી ગરમ થાય એટલે પાતળા ચિલ્લા ઉતારવા. ચિલ્લા ને બંને બાજુ બરાબર શેકી લેવા. શેકવા માટે બટર અથવા તેલ નો ઉપયોગ કરવો.
  7. ચિલ્લા શેકાય જાય એટલે ચિલ્લાની વચ્ચે પુરણ મૂકી ચારે બાજુથી ફોલ્ડ કરી પોકેટ્સ વાળી લેવા.
  8. એક એક પોકેટ્સ આ રીતે તૈયાર કરી ગરમ ગરમ પીરસવા.
  9. પીરસતી વખતે પોકેટ્સ ને વચ્ચેથી કટ કરી ચીઝ ભભરાવવું.
  10. તમારા મનપસંદ ડીપ સાથે ગરમ ગરમ ચીઝ ચિલ્લા પોકેટ્સ ની મજા માણો.

Reviews for Cheese Chilla Pokets in gujarati (0)

No reviews yet.

Recipes similar to Cheese Chilla Pokets in gujarati

  • ચીઝ

    3 likes
  • ચીઝ બોલ

    0 likes
  • ચીઝ પરાઠા

    3 likes
  • બેસન ચીલા

    3 likes
  • ચીઝ સ્ટીક

    1 likes
  • ચીઝ પૉપર્સ

    3 likes