પાલક કચોરી | Palak kachori Recipe in Gujarati

ના દ્વારા Harsha Israni  |  26th Jul 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Palak kachori by Harsha Israni at BetterButter
પાલક કચોરીby Harsha Israni
 • તૈયારીનો સમય

  25

  મીની
 • બનાવવાનો સમય

  60

  મીની
 • પીરસવું

  4

  લોકો

2

0

પાલક કચોરી

પાલક કચોરી Ingredients to make ( Ingredients to make Palak kachori Recipe in Gujarati )

 • ૫૦૦ગા્મ પાલક
 • ૨ કપ મેંદો
 • તેલ (તળવા માટે)
 • ૩-૪ લીલા મરચા
 • ૧ ચમચી લાલ મરચું
 • ૫૦૦ ગા્મ બટાકા (બાફેલા)
 • મીઠુ જરુર મુજબ
 • શેકેલુ જીરુ પાવડર જરુર મુજબ
 • ૨ ચમચી ચાટ મસાલો
 • ૧ કપ લીલા ધાણાની ચટની
 • ૧ કપ ખજૂર - આમલીની ચટની
 • ૧ કપ જીણી સેવ

How to make પાલક કચોરી

 1. ૧)સૌથી પહેલા પાલકને પાણીથી ધોઈને ૩ કપ પાણીમાં બાફી લો. પાલકમાંથી પાણી નિતારી પાલકને મીકસરમાં પીસીને પેસટ બનાવી દો.
 2. ૨) એક બાઉલમાં મેંદો ,૨ મોટા ચમચા તેલ ,મીઠું મીકસ કરી પાલકની પેસટથી લોટ બાંધો.જરુર પડે તો પાણી લઇ શકાય છે.
 3. ૩) અેક બાઉલમાં બાફેલા બટાકા છીણીને લીલા મરચા (ક્ શ કરેલા) ,મીઠુ,લાલ મરચુ,ચાટ મસાલો,લીલા ધાણા મીકસ કરી સટફીંગ(મસાલો) તૈયાર કરો.
 4. ૪) બાંધેલા લોટમાંથી નાના લૂઆ બનાવી તેમાંથી નાની પૂરી વણી દો.પૂરી ની વચચે મસાલો મૂકીને કચોરીનો શેપ આપીદો.
 5. ૫)અેક કઢાઈમાં તેલ ગરમ કરીને કચોરીને ધીમાં આંચે ફા્ય (તળી લો)કરો.
 6. ૬)કચોરી તળાઈ જાય તો એને ડીશમાં લઈ વચચેથી પીજા કટરથી કાપી દો.ખજૂર-આમલીની ચટની ,ગી્ન ચટની ,ચપટી શેકેલુ જીરુ પાવડર,જીણી સેવ , ટામેટા સોસ,લીલા ધાણાથી ગારનીશીંગ કરો.(સજાવો).
 7. ૭) જો લોટ વધે તો તેમાંથી સાદી પૂરી બનાવી શકાય છે. પૂરીને દહીં અથવા ટામેટા સોસ સાથે લઈ શકો છો.

My Tip:

મસાલામાં ૧ ચમચી ગરમ મસાલો ઉમેરી શકાય છે.

Reviews for Palak kachori Recipe in Gujarati (0)