BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / પાલક કચોરી

Photo of Palak kachori by Harsha Israni at BetterButter
0
3
0(0)
0

પાલક કચોરી

Jul-26-2018
Harsha Israni
25 મિનિટ
તૈયારી નો સમય
60 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પાલક કચોરી રેસીપી વિશે

નાના છોકરાઓને પાલક ઓછી ભાવે છે તો આ રીતે પાલક કચોરી બનાવીને ફાસટફુડ તરીકે બાળકોને આપી શકાય છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • ડીનર પાર્ટી
  • સ્નેક્સ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1. ૫૦૦ગા્મ પાલક
  2. ૨ કપ મેંદો
  3. તેલ (તળવા માટે)
  4. ૩-૪ લીલા મરચા
  5. ૧ ચમચી લાલ મરચું
  6. ૫૦૦ ગા્મ બટાકા (બાફેલા)
  7. મીઠુ જરુર મુજબ
  8. શેકેલુ જીરુ પાવડર જરુર મુજબ
  9. ૨ ચમચી ચાટ મસાલો
  10. ૧ કપ લીલા ધાણાની ચટની
  11. ૧ કપ ખજૂર - આમલીની ચટની
  12. ૧ કપ જીણી સેવ

સૂચનાઓ

  1. ૧)સૌથી પહેલા પાલકને પાણીથી ધોઈને ૩ કપ પાણીમાં બાફી લો. પાલકમાંથી પાણી નિતારી પાલકને મીકસરમાં પીસીને પેસટ બનાવી દો.
  2. ૨) એક બાઉલમાં મેંદો ,૨ મોટા ચમચા તેલ ,મીઠું મીકસ કરી પાલકની પેસટથી લોટ બાંધો.જરુર પડે તો પાણી લઇ શકાય છે.
  3. ૩) અેક બાઉલમાં બાફેલા બટાકા છીણીને લીલા મરચા (ક્ શ કરેલા) ,મીઠુ,લાલ મરચુ,ચાટ મસાલો,લીલા ધાણા મીકસ કરી સટફીંગ(મસાલો) તૈયાર કરો.
  4. ૪) બાંધેલા લોટમાંથી નાના લૂઆ બનાવી તેમાંથી નાની પૂરી વણી દો.પૂરી ની વચચે મસાલો મૂકીને કચોરીનો શેપ આપીદો.
  5. ૫)અેક કઢાઈમાં તેલ ગરમ કરીને કચોરીને ધીમાં આંચે ફા્ય (તળી લો)કરો.
  6. ૬)કચોરી તળાઈ જાય તો એને ડીશમાં લઈ વચચેથી પીજા કટરથી કાપી દો.ખજૂર-આમલીની ચટની ,ગી્ન ચટની ,ચપટી શેકેલુ જીરુ પાવડર,જીણી સેવ , ટામેટા સોસ,લીલા ધાણાથી ગારનીશીંગ કરો.(સજાવો).
  7. ૭) જો લોટ વધે તો તેમાંથી સાદી પૂરી બનાવી શકાય છે. પૂરીને દહીં અથવા ટામેટા સોસ સાથે લઈ શકો છો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર