Open in app

થેપલા રેવીઓલી ઇન સ્પીનેક સોસ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  15 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  4 people
Dr.Kamal Thakkar27th Jul 2018

Thepla ravioli in spinach sauce ના વિશે

Ingredients to make Thepla ravioli in spinach sauce in gujarati

  • રેવીઓલી માટે:
  • ૧)ઉપર નો પાસ્તા લોટ માટે:
  • ઘઉં નો લોટ ૧ કપ
  • મીઠું એક ટી સ્પૂન
  • તેલ ૧ ટેબલ સ્પૂન
  • હળદર ૧/૨ ટી સ્પૂન
  • પાણી જરૂર પ્રમાણે
  • ૨)પૂરણ માટે:
  • પનીર ૩/૪ કપ
  • કેપ્સિકમ ૧/૪ કપ
  • મીઠું ૧/૨ ટી સ્પૂન
  • કાળા મરી પાવડર ૧/૨ ટી સ્પૂન
  • સ્પીનેક સોસ માટે:
  • પાલક ૧ મોટી જુડી
  • લસણ ૮ કળી
  • આદુ ૧ ઇંચ
  • લીલા મરચા ૨
  • ડુંગળી ૧ મોટી
  • માખણ ૧ ટેબલ સ્પૂન
  • મલાઈ/ક્રિમ ૨ ટેબલ સ્પૂન
  • મીઠું સ્વાદાનુસાર
  • લીંબુ નો રસ ૧ ટી સ્પૂન

How to make Thepla ravioli in spinach sauce in gujarati

  1. પેહલા રેવીઓલી માટે લોટ બાંધશું.લોટ માં બધી સામગ્રી નાખીને થેપલા જેવો લોટ બાંધો.
  2. ઢાંકીને મૂકી દો.
  3. પૂરણ માટે પનીર ને હાથે થી ક્રશ કરો અને એમાં જીના સમારેલા કેપ્સિકમ,મીઠું અને મરી ઉમેરો.
  4. બધું સરસ મિક્સ કરી દો એટલે આપણું પૂરણ તૈયાર છે.
  5. પાલક ના ટુકડા કરીને એને ૫ મિનિટ માટે એકદમ થોડું પાણી નાખીને બાફી લો.
  6. પછી બ્લેન્ડર ફેરવિને એની પ્યુરી બનાવો.
  7. એક કડાઈ માં બટર નાખો અને ગરમ થાય એટલે પીસેલા આદુ,મરચા, લસણ નાખો.
  8. એક મિનિટ સાંતળીને બારીક સમારેલી ડુંગળી નાખો.
  9. ડુંગળી ૨-૩ મિનિટ સાંતળી ને પછી પાલક ની પ્યુરી ઉમેરો.
  10. મીઠું તથા લીંબુ નો રસ નાખો અને ૨-૩ મિનિટ ઉકળવા દો. પછી એમાં મલાઈ ફેંટીને નાખો.
  11. મિક્સ કરીને ગેસ બંદ કરી દો.આપડું સ્પીનેક સોસ તૈયાર છે.
  12. હવે થેપલા ના લોટ માં થી નાનો લુઓ લઈને એનું મોટું થેપ્લુ વણો.બૌ પાતળું નથી કરવાનું.કુકી કટર થી નાના ગોળ કાપો.
  13. હવે પનીર ના પૂરણ ના નાના બોલ બનાવી નાની ૩ પુરી પર મૂકો.
  14. બાકી ની ૩ પુરી થી પૂરણ વાલી પુરી ને ઢાંકી દો અને બધી બાજુ થી પેક કરી દો.
  15. ફોર્ક થઈ ડિઝાઇન પાડો અને બધી રેવીઓલી તૈયાર કરી લો.
  16. ગેસ પર એક લિટર પાણી ઉકળવા મુકો.એમ મીઠું અને એક ચમચી તેલ ઉમેરો એટલે રેવીઓલી ચોંટે નઈ.
  17. પાણી ઉકળવા માંડે એટલે એમાં રેવીઓલી નાખો અને મધ્યમ ગેસ પર ઉકળવા દો.
  18. ૭-૮ મિનિટ માં રેવીઓલી તૈયાર થઈ જશે એટલે ઉપર તરવા મંડશે.
  19. એક બીજા તપેલા માં ઠંડુ બરફ નું પાણી લઈ લો અને આ રેવીઓલી ને એમ નાખી દો.
  20. બે મિનિટ માં આ પાણી માં થી કાઢીને કિચેન ટુવાલ પર મૂકો એટલે બધું વધારાનું પાણી નીતરી જાય.
  21. પીરસતી વખતે એક ડીશ માં પેલા સ્પિનચ સોસ નાખો અને ઉપર થી આ રેવીઓલી મુકો.
  22. નરમ અને મોઢા માં ઓગળી જાય એવી રેવીઓલી પાલક ના સોસ સાથે અદભૂત સ્વાદ આપે છે.

Reviews for Thepla ravioli in spinach sauce in gujarati (0)

No reviews yet.

Recipes similar to Thepla ravioli in spinach sauce in gujarati

  • વેજીટેબલ ઔ ગ્રેટીન ઇન ચિઝી સ્પીનેક સોસ

    1 likes