હોમ પેજ / રેસિપી / મગ ની દાળ ના મુગલાઈ પરાઠા

Photo of Moong dal muglai paratha by Urvashi Belani at BetterButter
425
2
0.0(0)
0

મગ ની દાળ ના મુગલાઈ પરાઠા

Jul-27-2018
Urvashi Belani
30 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મગ ની દાળ ના મુગલાઈ પરાઠા રેસીપી વિશે

આ રેસીપી માં મગ ની દાળ નું મિશ્રણ બનાવી તેને રોટલી અને બેસણ ના ચીલા ની વચ્ચે ભરી મુગલાઈ પરાઠા બનાવ્યા છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ

સામગ્રી સર્વિંગ: 4

  1. 1 કપ મગ ની પીળી દાળ
  2. 1/2ચમચી રાઈ
  3. 1/2 ચમચી જીરું
  4. 1/4 ચમચી હિંગ
  5. 2 બારીક કાપેલા લીલા મરચાં
  6. 1/2 ચમચી વરિયાળી
  7. 1/2 ચમચી આખા ધાણા
  8. 1 ચમચી લાલ મરચું
  9. 1/2 ચમચી હળદર
  10. 1/2 ,ચમચી ચાટ મસાલો
  11. 1/2 ચમચી ગરમ મસાલો
  12. સ્વાદાનુસાર નમક
  13. કોથમીર
  14. 2 ચમચા તેલ
  15. લોટ બાંધવા માટે:
  16. 1 કપ ઘઉં નો લોટ
  17. સ્વાદાનુસાર નમક
  18. 2 ચમચી તેલ
  19. બેસણ ના મિશ્રણ માટે:
  20. 1 કપ બેસન
  21. 1/2 ચમચી લાલ મરચું
  22. ચપટી હળદર
  23. સ્વાદાનુસાર નમક
  24. 1/4 ચમચી અજમો
  25. પરાઠા શેકવા માટે ઘી

સૂચનાઓ

  1. ઘઉં ના લોટ માં તેલ અને નમક નાખી પાણી થી લોટ બાંધી લો અને 1/2 કલાક ઢાંકી ને રહેવા દો.
  2. મગ ની દાળ ને 15 મિનિટ પાણી માં પલાળી રાખો પછી દાળ અડકચડી રહે તે રીતે બાફવી.
  3. એક કઢાઈ માં તેલ ગરમ કરી રાઈ નાખો, રાઈ જ્યારે તતડે ત્યારે જીરું,હિંગ,લીલા મરચા, વરિયાળી, આખા ધાણા નાખી બાફેલી દાળ નાખો.
  4. તેમાં બધા સૂકા મસાલા નાખી બરાબર મિક્ષ કરો, 2 મિનિટ પછી ગેસ બંદ કરી દો અને કોથમીર નાખી મિક્સ કરો.
  5. બેસન ના મિશ્રણ માટે બેસન માં બધી સામગ્રી નાખી પાણી થી ચીલા જેવું ખીરું તૈયાર કરો.
  6. ઘઉં ના લોટ ની એક રોટલી વણી તેને ગરમ તવા પર એક બાજુ સેકી પલટાવો.
  7. હવે તેનાં પર દાળ નો મસાલો ફેલાવો, પછી બેસન નું ખીરું આખા મસાલા ને કવર કરે તે રીતે ફેલાવી દો.
  8. ઘી નાખી પરાઠા ને બન્ને બાજુ બરાબર સેકી દો અને ગરમા ગરમ દહીં સાથે સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર