Open in app

મગ ની દાળ ના મુગલાઈ પરાઠા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  30 min
બનાવવાનો સમય  30 min
પીરસવું  4 people
Urvashi Belani27th Jul 2018

Moong dal muglai paratha ના વિશે

Ingredients to make Moong dal muglai paratha in gujarati

  • 1 કપ મગ ની પીળી દાળ
  • 1/2ચમચી રાઈ
  • 1/2 ચમચી જીરું
  • 1/4 ચમચી હિંગ
  • 2 બારીક કાપેલા લીલા મરચાં
  • 1/2 ચમચી વરિયાળી
  • 1/2 ચમચી આખા ધાણા
  • 1 ચમચી લાલ મરચું
  • 1/2 ચમચી હળદર
  • 1/2 ,ચમચી ચાટ મસાલો
  • 1/2 ચમચી ગરમ મસાલો
  • સ્વાદાનુસાર નમક
  • કોથમીર
  • 2 ચમચા તેલ
  • લોટ બાંધવા માટે:
  • 1 કપ ઘઉં નો લોટ
  • સ્વાદાનુસાર નમક
  • 2 ચમચી તેલ
  • બેસણ ના મિશ્રણ માટે:
  • 1 કપ બેસન
  • 1/2 ચમચી લાલ મરચું
  • ચપટી હળદર
  • સ્વાદાનુસાર નમક
  • 1/4 ચમચી અજમો
  • પરાઠા શેકવા માટે ઘી

How to make Moong dal muglai paratha in gujarati

  1. ઘઉં ના લોટ માં તેલ અને નમક નાખી પાણી થી લોટ બાંધી લો અને 1/2 કલાક ઢાંકી ને રહેવા દો.
  2. મગ ની દાળ ને 15 મિનિટ પાણી માં પલાળી રાખો પછી દાળ અડકચડી રહે તે રીતે બાફવી.
  3. એક કઢાઈ માં તેલ ગરમ કરી રાઈ નાખો, રાઈ જ્યારે તતડે ત્યારે જીરું,હિંગ,લીલા મરચા, વરિયાળી, આખા ધાણા નાખી બાફેલી દાળ નાખો.
  4. તેમાં બધા સૂકા મસાલા નાખી બરાબર મિક્ષ કરો, 2 મિનિટ પછી ગેસ બંદ કરી દો અને કોથમીર નાખી મિક્સ કરો.
  5. બેસન ના મિશ્રણ માટે બેસન માં બધી સામગ્રી નાખી પાણી થી ચીલા જેવું ખીરું તૈયાર કરો.
  6. ઘઉં ના લોટ ની એક રોટલી વણી તેને ગરમ તવા પર એક બાજુ સેકી પલટાવો.
  7. હવે તેનાં પર દાળ નો મસાલો ફેલાવો, પછી બેસન નું ખીરું આખા મસાલા ને કવર કરે તે રીતે ફેલાવી દો.
  8. ઘી નાખી પરાઠા ને બન્ને બાજુ બરાબર સેકી દો અને ગરમા ગરમ દહીં સાથે સર્વ કરો.

Reviews for Moong dal muglai paratha in gujarati (0)

No reviews yet.

Recipes similar to Moong dal muglai paratha in gujarati

  • મગ ની દાળ

    4 likes
  • મગ ની દાળ

    1 likes
  • મગ ની દાળ

    1 likes
  • મગ દાળ ની ચાટ

    1 likes
  • લિલી મગ ની દાળ

    2 likes
  • તળેલી મગ ની દાળ

    2 likes