Open in app

કીવી ચીઝ કેક

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  480 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  6 people
Urvashi Belani27th Jul 2018

Kiwi cheese cake ના વિશે

Ingredients to make Kiwi cheese cake in gujarati

  • પહેલી લેયર માટે
  • 15 થી 20 ઓરીઓ બિસ્કિટ
  • 3 થી 4 ચમચા માખણ (ઓગળેલું)
  • બીજી લેયર માટે:
  • 200ગ્રામ ક્રીમ ચીઝ
  • 200 ગ્રામ કન્ડેન્સ્ડ મિલ્ક
  • 1/2 કપ કીવી પલ્પ ( ખાંડ નાખી બનાવેલો)
  • 15 ગ્રામ ચાઇના ગ્રાસ ( 1 કપ પાણી માં ઓગાળેલું)
  • ત્રીજી લેયર માટે:
  • 1/2 કપ કીવી નો પલ્પ (ખાંડ નાખેલો)
  • 5 ગ્રામ ચાઇના ગ્રાસ ( 1/2 કપ પાણી માં પલાલવો)
  • 1 કીવી ( સ્લાઈસ માં કાપવી)

How to make Kiwi cheese cake in gujarati

  1. પહેલી લેયર માટે ઓરિઓ બિસ્કિટ ને મિક્સર માં દરદરુ પીસી લો અને માખણ નાખી મિક્સ કરો.
  2. આ મિશ્રણ ને લોક કેક પોર્ટ ને ગ્રીસ કરી તેમાં નાખો અને ઉંધી વાટકી ની મદદ થી કઠણ લેયર બનાવી તેને 1 કલાક ફ્રીઝ માં મૂકી દો.
  3. બીજી લેયર માટે ક્રીમ ચીઝ ને બીટર ની મદદ થી ફેટી લો. હવે તેમાં કન્ડેન્સ્ડ મિલ્ક અને કીવી પલ્પ નાખી ફરી થી ફેટી લો.
  4. દૂધ માં ચાઇના ગ્રાસ ( પાણી સાથે) નાખી ગરમ કરવા મુકો, જ્યારે ચાઇના ગ્રાસ બરાબર ઓગળી જાય ત્યારે તેને ક્રીમ ચીઝ વાળા મિશ્રણ માં નાખી ફેટી લો.
  5. આ મિશ્રણ ને ધીમે થી ઓરીઓ બિસ્કિટ ની લેયર પર રેડી દો અને 5-6 ક્લાલ માટે ફ્રીઝ માં સેટ કરવા મૂકી દો.
  6. હવે તેના પર કીવી ની સ્લાઈસ ને જમાવો.
  7. ત્રીજી લેયર માટે કીવી ના પલ્પ અને ચાઇના ગ્રાસ (પાણી સાથે) મિક્સ કરી ગરમ કરવા મુકો, જ્યારે ચાઇના ગ્રાસ ઓગળી જાય ત્યારે આ મિશ્રણ ને ધીરે થી કીવી ની સ્લાઈસ પર નાખો અને 2 કલાક માટે ફ્રીઝ માં સેટ કરવા મૂકી દો.
  8. સેટ થયા પછી લોક પોર્ટ માંથી કાઢી અને કાપી ને સર્વ કરો.

Reviews for Kiwi cheese cake in gujarati (0)

No reviews yet.

Recipes similar to Kiwi cheese cake in gujarati

  • ચીઝ

    3 likes
  • કેક

    1 likes
  • કપ કેક

    1 likes
  • ચીઝ બોલ

    0 likes
  • પાન કેક

    1 likes
  • કેક બોલસ

    6 likes