હોમ પેજ / રેસિપી / કીવી ચીઝ કેક

Photo of Kiwi cheese cake by Urvashi Belani at BetterButter
891
3
0.0(0)
0

કીવી ચીઝ કેક

Jul-27-2018
Urvashi Belani
480 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કીવી ચીઝ કેક રેસીપી વિશે

આ રેસીપી માં ક્રીમ ચીઝ, કન્ડેન્સ્ડ મિલ્ક, દૂધ વગેરે જેવી સામગ્રી નો ઉપયોગ કરી કીવી ફ્લેવર નો ચીઝ કેક બનાવ્યો છે.

રેસીપી ટૈગ

  • જર્મન
  • વેજ
  • તહેવાર
  • ફ્રીઝ કરવું
  • ડેઝર્ટ

સામગ્રી સર્વિંગ: 6

  1. પહેલી લેયર માટે
  2. 15 થી 20 ઓરીઓ બિસ્કિટ
  3. 3 થી 4 ચમચા માખણ (ઓગળેલું)
  4. બીજી લેયર માટે:
  5. 200ગ્રામ ક્રીમ ચીઝ
  6. 200 ગ્રામ કન્ડેન્સ્ડ મિલ્ક
  7. 1/2 કપ કીવી પલ્પ ( ખાંડ નાખી બનાવેલો)
  8. 15 ગ્રામ ચાઇના ગ્રાસ ( 1 કપ પાણી માં ઓગાળેલું)
  9. ત્રીજી લેયર માટે:
  10. 1/2 કપ કીવી નો પલ્પ (ખાંડ નાખેલો)
  11. 5 ગ્રામ ચાઇના ગ્રાસ ( 1/2 કપ પાણી માં પલાલવો)
  12. 1 કીવી ( સ્લાઈસ માં કાપવી)

સૂચનાઓ

  1. પહેલી લેયર માટે ઓરિઓ બિસ્કિટ ને મિક્સર માં દરદરુ પીસી લો અને માખણ નાખી મિક્સ કરો.
  2. આ મિશ્રણ ને લોક કેક પોર્ટ ને ગ્રીસ કરી તેમાં નાખો અને ઉંધી વાટકી ની મદદ થી કઠણ લેયર બનાવી તેને 1 કલાક ફ્રીઝ માં મૂકી દો.
  3. બીજી લેયર માટે ક્રીમ ચીઝ ને બીટર ની મદદ થી ફેટી લો. હવે તેમાં કન્ડેન્સ્ડ મિલ્ક અને કીવી પલ્પ નાખી ફરી થી ફેટી લો.
  4. દૂધ માં ચાઇના ગ્રાસ ( પાણી સાથે) નાખી ગરમ કરવા મુકો, જ્યારે ચાઇના ગ્રાસ બરાબર ઓગળી જાય ત્યારે તેને ક્રીમ ચીઝ વાળા મિશ્રણ માં નાખી ફેટી લો.
  5. આ મિશ્રણ ને ધીમે થી ઓરીઓ બિસ્કિટ ની લેયર પર રેડી દો અને 5-6 ક્લાલ માટે ફ્રીઝ માં સેટ કરવા મૂકી દો.
  6. હવે તેના પર કીવી ની સ્લાઈસ ને જમાવો.
  7. ત્રીજી લેયર માટે કીવી ના પલ્પ અને ચાઇના ગ્રાસ (પાણી સાથે) મિક્સ કરી ગરમ કરવા મુકો, જ્યારે ચાઇના ગ્રાસ ઓગળી જાય ત્યારે આ મિશ્રણ ને ધીરે થી કીવી ની સ્લાઈસ પર નાખો અને 2 કલાક માટે ફ્રીઝ માં સેટ કરવા મૂકી દો.
  8. સેટ થયા પછી લોક પોર્ટ માંથી કાઢી અને કાપી ને સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર