નમકીન જલેબી કઢી | Jalebi kadhi Recipe in Gujarati

ના દ્વારા Jyoti Adwani  |  27th Jul 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Jalebi kadhi by Jyoti Adwani at BetterButter
નમકીન જલેબી કઢીby Jyoti Adwani
 • તૈયારીનો સમય

  10

  મીની
 • બનાવવાનો સમય

  25

  મીની
 • પીરસવું

  2

  લોકો

0

0

નમકીન જલેબી કઢી

નમકીન જલેબી કઢી Ingredients to make ( Ingredients to make Jalebi kadhi Recipe in Gujarati )

 • બેસન ૧ મોટી વાટકી (૨ ચમચી કઢી માટે)
 • મીઠું સ્વાદ મુજબ
 • બેકિંગ સોડા ૧/૨ ચમચી
 • હિંગ ચપટી જેટલી
 • કસૂરી મેથી ૧ નાની ચમચી
 • હળદર ૧ ચમચી
 • લાલ મરચું ૧ ચમચી
 • તેલ તળવા માટે
 • અજમો અડધી ચમચી
 • લીલું મરચું ૧ સમારેલું
 • લીમડા ના પાન વઘાર માટે
 • રાઈ નાની અડધી ચમચી
 • ઘી ૧ મોટી ચમચી
 • છાશ ૧ ગ્લાસ જેટલી

How to make નમકીન જલેબી કઢી

 1. સૌ પ્રથમ આપણે કઢી નો વઘાર કરીએ.
 2. કઢાઈ માં ઘી ગરમ કરવા મુકો.
 3. ઘી ગરમ થતા જ રાઈ, લીમડો,લીલું મરચું ,હિંગ નાખીને વઘાર કરો.
 4. વઘાર માં ૨ ચમચી બેસન નાંખી ધીમા તાપે તેને સાંતળો.
 5. બેસન નો રંગ બદલાય જરાક લાલ થાય એટલે છાશ ઉમેરો.
 6. હવે અડધો ગ્લાસ પાણી ઉમેરો.
 7. હવે મીઠું, ૧ નાની ચમચી હળદર,૧ નાની ચમચી લાલ મરચું ઉમેરો.
 8. કઢી ને ધીમા તાપે ૨૦ મીનિટ માટે ઉકળવા દો.
 9. કઢી બને ત્યાં સુધી આપણે જલેબી બનાવી લઈએ .
 10. જલેબી માટે બેસન માં સ્વાદ મુજબ મીઠું,કસૂરી મેથી,૧ નાની ચમચી હળદર,૧ નાની ચમચી લાલ મરચું,સોડા,અજમો નાખી ને ભજીયા જેવી મિશ્રણ તૈયાર કરશુ.
 11. હવે તે મિશ્રણ ને મેં પ્લાસ્ટિક નો કોન બનાવી ને તેમાં ભરી ને જલેબી પાડી છે.
 12. જલેબી ને ધીમા તાપે ૫ મિનિટ માટે પછી ફાસ્ટ ગેસ પર બંને બાજુ થી સારી રીતે તરી લીધી છે.
 13. હવે સર્વે કરીએ.ભાત ની ઉપર જલેબી મુકો અને પછી દાળ નાખો અને જુઓ કેટલી સરસ લાગે છે ખાવામાં....
 14. કઢી,ભાત અને સાથે નમકીન જલેબી નો સ્વાદ ખૂબ સરસ લાગે છે.

Reviews for Jalebi kadhi Recipe in Gujarati (0)