હોમ પેજ / રેસિપી / સ્વીટ કોર્ન અને મિક્સ વેજીટેબલ ખીચડી

Photo of Sweet corn and mix vegetable khichadi by Jigisha Jayshree at BetterButter
383
2
0.0(0)
0

સ્વીટ કોર્ન અને મિક્સ વેજીટેબલ ખીચડી

Jul-27-2018
Jigisha Jayshree
900 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સ્વીટ કોર્ન અને મિક્સ વેજીટેબલ ખીચડી રેસીપી વિશે

આ મારી ઈનોવેટિવ રેસીપી છે સ્વાદ માં ખૂબ સરસ લાગે છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • એકલા
  • ગુજરાત
  • પ્રેશર કુક
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 5

  1. ૧ કપ મગ નીં મોગર દાળ
  2. ૨ કપ ચોખા
  3. ૩ કપ મિક્સ વેજીટેબલ્સ અને સ્વીટ કોર્ન
  4. ૨ ચમચા તેલ
  5. ૨ નાની ચમચી લાલ મરચું પાઉડર
  6. ૨ નાની ચમચી ધાણા અને જીરું પાવડર
  7. અડધી ચમચી હળદર પાવડર
  8. મીઠું સ્વાદ પ્રમાણે
  9. ૧ નાની ચમચી ગરમ મસાલા પાઉડર
  10. ૨ નાની ચમચી લસણ અને આદુ નીં પેસ્ટ

સૂચનાઓ

  1. દાળ અને ચોખા નેં બે થી ત્રણ વખત પાણી વડે ધોઈ લો. હવે ૨ ગ્લાસ પાણી માં પલાળીને સાઈડ પર રાખો
  2. હવે કુકરમાં તેલ ગરમ કરી તેમાં ૧ નાની ચમચી જીરું નાંખી ચટકાવો.
  3. પછી તેમાં એક ચપટી હીંગ નાંખો
  4. હવે તેમાં વેજીટેબલ્સ અને કોર્ન નાખી દો
  5. હવે તેમાં ઉપર બતાવેલ મસાલા અને મીઠુ સ્વાદમુજબ નાંખો અને સાંતળો
  6. હવે તેમાં પલાળી ને રાખેલ દાળ, ચોખા નાખી ને મિક્સ કરો
  7. કુકર નું ઢાકણ બંધ કરી ૩/૪ સીટી માં ચઢવા દો
  8. કુકર ઠંડુ થયા પછી ખોલી ખીચડી ને ડીસ માં કાઢી પરોસો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર