Open in app

બ્રેડ પકોડા સાથે લીલી ચટણી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  30 min
પીરસવું  4 people
Devi Amlani27th Jul 2018

Bread pakoda with green chutney ના વિશે

Ingredients to make Bread pakoda with green chutney in gujarati

  • 250 ગ્રામ બેસન
  • 10 થી 12 નંગ બ્રેડની સ્લાઈસ
  • 4 નંગ બાફેલા બટાકા
  • 1 ચમચી જીરૂ
  • 1 ચમચી લાલ મરચુ પાઉડર
  • 1 ચમચી મીઠું
  • 1 ચમચી લીલા મરચા આદુ ની પેસ્ટ
  • 1 વાટકી ધાણા ભાજી
  • 1 ચમચી લીંબુનો રસ
  • ચપટી સાજીના ફૂલ
  • તળવા માટે તેલ
  • લીલી ચટણી બનાવવા માટે
  • 1 વાટકી ફૂદીનો
  • 1 વાટકી ધાણા ભાજી
  • ૪ નંગ લીલા મરચા
  • ટુકડો આદુ
  • 1 ચમચી લીંબુનો રસ
  • સ્વાદ પ્રમાણે મીઠું

How to make Bread pakoda with green chutney in gujarati

  1. સૌપ્રથમ બાફેલા બટાકા ને ક્રશ કરી લો ત્યારબાદ તેમાં આદું-મરચાંની પેસ્ટ લાલ મરચું પાઉડર મીઠું થોડો લીંબુનો રસ ધાણા ભાજી ઉમેરી મિશ્રણ બનાવો
  2. હવે બ્રેડની સ્લાઈસ લો તેમાં એક બાજુ આ મિશ્રણ ભરો અને ઉપર બીજી બ્રેડ લગાડો ત્યારબાદ ક્રોસ કરી દો અને એક બાજુ રાખી દો
  3. હવે એક વાસણમાં બેસન લો તેમાં થોડુ પાણી મીઠું નાખી હલાવો ત્યારબાદ તેમાં ચપટી હિંગ સાજીના ફૂલ અને લીંબુનો રસ નાખી હલાવો હવે તેમાં થોડું તેલ નાખી મિક્સ કરો
  4. હવે એક કડાઈમાં તેલ ગરમ મૂકો હવે તૈયાર કરેલા પકોડાને વેસણના લોટના મિશ્રણમાં ડુબોડી ત્યારબાદ તળી લો
  5. આ રીતે બ્રેડ પકોડા તૈયાર છે હવે લીલી ચટણી બનાવશો
  6. લીલી ચટણી બનાવવા માટે સૌ પ્રથમ એક મિક્સર જારમાં ચટણી માટેની બધી સામગ્રી મિક્સ કરો અને બ્લેંડ કરો આ રીતે ચટણી તૈયાર થઇ જશે

Reviews for Bread pakoda with green chutney in gujarati (0)

No reviews yet.

Recipes similar to Bread pakoda with green chutney in gujarati

  • રવા ઢોકળા સાથે લીલી ચટણી

    3 likes