હોમ પેજ / રેસિપી / સ્પીનેચ સોસ સ્પેગેટી

Photo of Spinach sauce spaghetti by Kamal Thakkar at BetterButter
402
1
0.0(0)
0

સ્પીનેચ સોસ સ્પેગેટી

Jul-28-2018
Kamal Thakkar
10 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સ્પીનેચ સોસ સ્પેગેટી રેસીપી વિશે

બાળકો ને સ્પેગેટી,નૂડલ્સ,પાસ્તા બૌ ભાવતા હોય છે તો ચાલો પાલક ઉમેરીને એક પોષ્ટીક ટ્વિસ્ટ આપીએ,એટલે બાળકો પણ ખુશ અને મમી પણ.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બાળકો માટે વાનગીઓ
  • ઇટાલિયન
  • સાંતળવું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. સ્પેગેટી ૧૫૦ ગ્રામ
  2. પાલક ૨ કપ
  3. ઓલિવ ઓઇલ ૧ ટેબલ સ્પૂન
  4. લસણ ૨ ટી સ્પૂન(બારીક સમારેલું)
  5. લીલા કાંદા ૧ કપ
  6. ચીઝ ૨ ટેબલ સ્પૂન
  7. દૂધ ૧ કપ
  8. મીઠું
  9. કાળા મરી પાવડર ૧ ટી સ્પૂન
  10. ઓરેગાનો ૧ ટી સ્પૂન
  11. રેડ ચિલ્લી ફ્લેક્સ ૧ ટી સ્પૂન

સૂચનાઓ

  1. એક લિટર પાણી ઉકળવા મુકો.એમ થોડું મીઠું અને તેલ ઉમેરો.
  2. સ્પેગેટી એમા નાખો.સ્પેગેટી બફાય જાય એટલે તરત નિતારીને ઉપર ઠંડુ પાણી નાખો.
  3. પાલક ને બારીક સમારીને ગરમ પાણી માં બ્લાન્ચ કરી લો.ઠંડી થાય એટલે પીસી લો.
  4. એક કડાઈ માં ઓલિવ ઓઇલ લો અને ગરમ થાય એટલે લસણ નાખો.
  5. પછી સમારેલી લિલી ડુંગળી નાખો.
  6. ૨ મિનિટ સાંતળો અને પછી પાલક ની પેસ્ટ ઉમેરો.૨-૩ મિનિટ પછી ખમણેલું ચીઝ નાખો.
  7. હવે એક કપ દૂધ નાખીને બરાબર હલાવો એટલે બધું મિક્સ થઈ જાય.
  8. બાફેલી સ્પેગેટી,મીઠું,કાલા મરી નો પાવડર,ઓરેગાનો અને ચિલ્લી ફ્લેકસ પણ ઉમેરો.
  9. બધું વ્યવસ્થિત મિક્સ કરો અને ૨ મિનિટ ચડવા દો.
  10. બે મિનિટ પછી ગેસ બંદ કરો અને ગરમ ગરમ સ્પીનેક સોસ સ્પેગેટી પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર