Open in app

સ્વીટકોર્ન હાંડવો

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  420 min
બનાવવાનો સમય  20 min
પીરસવું  4 people
Urvashi Belani28th Jul 2018

Sweet corn handvo ના વિશે

Ingredients to make Sweet corn handvo in gujarati

  • 1 કપ ચોખા
  • 1/2 કપ તુવેર દાળ
  • 1/4 કપ ચણા દાળ
  • 1/4 કપ અડદ દાળ
  • 1 કપ દહીં
  • 1 કપ સ્વીટકોર્ન (બાફેલા અને ક્રશ કરેલા)
  • 2 ચમચી લાલ મરચું
  • 4-5 લીલા મરચાં, 10-12 કળી લસણ અને 1 નાનો ટુકડો આદુ (વાટેલા)
  • 1 ચમચી હળદર
  • 2 ચમચી ખાંડ/ ગોળ
  • સ્વાદાનુસાર નમક
  • 1/2 ચમચી હિંગ
  • 1 ચમચી ઇનો
  • કોથમીર
  • 2 ચમચા તેલ
  • વગાર માટે:
  • 1 ચમચી રાઈ
  • 1 ચમચી તલ
  • 2 ચમચા તેલ

How to make Sweet corn handvo in gujarati

  1. ચોખા અને બધી દાળ ને મિક્સરમાં અલગ અલગ પીસીને કકરો પાવડર બનાવો.
  2. આ પાવડર માં દહીં અને જરૂરિયાત મુજબ હુંફાળું પાણી નાખી મિશ્રણ તૈયાર કરો અને આ મિશ્રણ ને 7-8 કલાક અથવા આથો આવે ત્યાં સુધી ઢાંકી ને ગરમ જગ્યા પર મૂકી દો.
  3. હવે આ મિશ્રણ માં બાફેલા અને ક્રશ કરેલા સ્વીટકોર્ન, વાટેલા આદુ લસણ મરચા, લાલ મરચું, હળદર, નમક,હિંગ,ખાંડ અને કોથમીર નાખી મિક્સ કરો.
  4. આ મિશ્રણ માં ઇનો નાખી બરાબર હલાવો.
  5. નોનસ્ટિક પેન માં 2 ચમચા તેલ ગરમ કરવા મુકો પછી રાઈ અને તલ નો વગાર કરી તરત મિશ્રણ નાખી ધીમી આંચ પર કરી દો
  6. બીજી બાજુ નાની કઢાઈ માં વગાર માટે તેલ મુકો અને રાઈ તથા તલ નો વગાર બનાવી ફરી થી મિશ્રણ ની ઉપર નાખો.
  7. 10 મિનિટ પછી હાંડવો ને બીજી તરફ પલટાવો અને ફરી થી 5-7 મિનિટ માટે ધીમી આંચ પર મૂકો.
  8. બંને બાજુ થી થઈ ગયા પછી નોનસ્ટિક પેન માંથી કાઢી તેને ટુકડા કરી સોસ અથવા ચટણી સાથે સર્વ કરો.

Reviews for Sweet corn handvo in gujarati (0)

No reviews yet.

Recipes similar to Sweet corn handvo in gujarati

  • હાંડવો

    54 likes
  • હાંડવો

    5 likes
  • સેઝવાન હાંડવો

    4 likes
  • ગ્રીન હાંડવો

    0 likes
  • મકાઈ પાલક હાંડવો

    5 likes
  • હેલ્થી રવા હાંડવો

    4 likes