હોમ પેજ / રેસિપી / સ્વીટકોર્ન હાંડવો

Photo of Sweet corn handvo by Urvashi Belani at BetterButter
527
4
0.0(0)
0

સ્વીટકોર્ન હાંડવો

Jul-28-2018
Urvashi Belani
420 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સ્વીટકોર્ન હાંડવો રેસીપી વિશે

હાંડવો ગુજરાત ની પ્રખ્યાત વાનગી છે જે મોટાભાગે દૂધી, મેથી ,મિક્સ વેજ વગેરે નો બનાવાય છે. અહીં આ રેસીપી માં મેં સ્વીટ કોર્ન નો હાંડવો બનાવ્યો છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ

સામગ્રી સર્વિંગ: 4

  1. 1 કપ ચોખા
  2. 1/2 કપ તુવેર દાળ
  3. 1/4 કપ ચણા દાળ
  4. 1/4 કપ અડદ દાળ
  5. 1 કપ દહીં
  6. 1 કપ સ્વીટકોર્ન (બાફેલા અને ક્રશ કરેલા)
  7. 2 ચમચી લાલ મરચું
  8. 4-5 લીલા મરચાં, 10-12 કળી લસણ અને 1 નાનો ટુકડો આદુ (વાટેલા)
  9. 1 ચમચી હળદર
  10. 2 ચમચી ખાંડ/ ગોળ
  11. સ્વાદાનુસાર નમક
  12. 1/2 ચમચી હિંગ
  13. 1 ચમચી ઇનો
  14. કોથમીર
  15. 2 ચમચા તેલ
  16. વગાર માટે:
  17. 1 ચમચી રાઈ
  18. 1 ચમચી તલ
  19. 2 ચમચા તેલ

સૂચનાઓ

  1. ચોખા અને બધી દાળ ને મિક્સરમાં અલગ અલગ પીસીને કકરો પાવડર બનાવો.
  2. આ પાવડર માં દહીં અને જરૂરિયાત મુજબ હુંફાળું પાણી નાખી મિશ્રણ તૈયાર કરો અને આ મિશ્રણ ને 7-8 કલાક અથવા આથો આવે ત્યાં સુધી ઢાંકી ને ગરમ જગ્યા પર મૂકી દો.
  3. હવે આ મિશ્રણ માં બાફેલા અને ક્રશ કરેલા સ્વીટકોર્ન, વાટેલા આદુ લસણ મરચા, લાલ મરચું, હળદર, નમક,હિંગ,ખાંડ અને કોથમીર નાખી મિક્સ કરો.
  4. આ મિશ્રણ માં ઇનો નાખી બરાબર હલાવો.
  5. નોનસ્ટિક પેન માં 2 ચમચા તેલ ગરમ કરવા મુકો પછી રાઈ અને તલ નો વગાર કરી તરત મિશ્રણ નાખી ધીમી આંચ પર કરી દો
  6. બીજી બાજુ નાની કઢાઈ માં વગાર માટે તેલ મુકો અને રાઈ તથા તલ નો વગાર બનાવી ફરી થી મિશ્રણ ની ઉપર નાખો.
  7. 10 મિનિટ પછી હાંડવો ને બીજી તરફ પલટાવો અને ફરી થી 5-7 મિનિટ માટે ધીમી આંચ પર મૂકો.
  8. બંને બાજુ થી થઈ ગયા પછી નોનસ્ટિક પેન માંથી કાઢી તેને ટુકડા કરી સોસ અથવા ચટણી સાથે સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર