કારેલા ની છાલ ની વડી | Karela ni chhal ni vadi Recipe in Gujarati

ના દ્વારા Chandni Joshi  |  28th Jul 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Photo of Karela ni chhal ni vadi by Chandni Joshi at BetterButter
કારેલા ની છાલ ની વડીby Chandni Joshi
  • તૈયારીનો સમય

    5

    મીની
  • બનાવવાનો સમય

    20

    મીની
  • પીરસવું

    2

    લોકો

2

0

કારેલા ની છાલ ની વડી વાનગીઓ

કારેલા ની છાલ ની વડી Ingredients to make ( Ingredients to make Karela ni chhal ni vadi Recipe in Gujarati )

  • 1 વાટકી કારેલા ની છાલ
  • 1/2 વાટકી બેસન
  • 1/2 વાટકી ઘઉં નો લોટ
  • 1 ચમચી ગોળ
  • 1/2 ટી સ્પૂન લાલ મરચું પાવડર
  • 1 ટી સ્પૂન વાટેલા આદું લસણ ની પેસ્ટ
  • 1 ટી સ્પૂન ધાણા જીરું
  • 1/2 ટી સ્પૂન હળદર
  • 1 ટી સ્પૂન લીંબુ નો રસ
  • ચપટી સોડા
  • મીઠું સ્વાદ અનુસાર
  • 2 ટી સ્પૂન તેલ
  • વધાર માટે
  • 2 ટી સ્પૂન તેલ
  • 1/2 ટી સ્પૂન રાઈ
  • 3 થી 4 લીમડા ના પાન
  • 1/2 ટી સ્પૂન તલ
  • ચપટી હિંગ

How to make કારેલા ની છાલ ની વડી

  1. સૌ પ્રથમ કારેલા ની છાલ માં મીઠું ચોળી 5 મિનિટ સાઈડ માં રાખી દો.
  2. હવે એક મોટા બાઉલ માં કારેલા ની છાલ લઈ તેમાં ચણા નો લોટ,ઘઉં નો લોટ,લાલ મરચું, હળદર,ધાણા જીરું, મીઠું(જરૂર પડે તો),ગોળ,કોથમીર,તેલ નું મોણ આ બધું નાખી મિક્સ કરો.
  3. હવે તેના પર ચપટી સોડા અને 1 ચમચી લીંબુ નો રસ ઉમેરી ફરી મિક્સ કરો.
  4. હવે તેલ વાળો હાથ કરી નાની નાની વળી વાળો.
  5. હવે એક તપેલી માં પાણી લઈ ઉપર ચારણી રાખી વળી ને બાફવા મુકો.
  6. 10 મિનિટ પછી ચપ્પુ વડે ચેક કરી ચપ્પુ ચોખ્ખું નીકળે તો બફાઈ ગઈ નહીં તો હજી 5 મિનિટ સુધી બાફવા દેવી.
  7. હવે એક પેન માં તેલ ગરમ કરો તેલ ગરમ થઇ એટલે તેમાં રાઈ, તલ,લીમડા ના પાન અને ચપટી હિંગ નાખી વડી ઉમેરો.
  8. વડી ને બંને બાજુ ધીમા તાપે કડક થવા દો.
  9. તો તૈયાર છે ગરમા ગરમ કારેલા ના છાલ ની વડી.

My Tip:

ગોળ ની જગ્યા એ ખાંડ પણ ઉમેરી શકાય.

Reviews for Karela ni chhal ni vadi Recipe in Gujarati (0)