હોમ પેજ / રેસિપી / Karela ni chhal ni vadi

Photo of Karela ni chhal ni vadi by Chandni Joshi at BetterButter
980
1
0.0(0)
0

Karela ni chhal ni vadi

Jul-28-2018
Chandni Joshi
5 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • બીજા
  • ગુજરાત
  • બાફવું
  • સાંતળવું
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. 1 વાટકી કારેલા ની છાલ
  2. 1/2 વાટકી બેસન
  3. 1/2 વાટકી ઘઉં નો લોટ
  4. 1 ચમચી ગોળ
  5. 1/2 ટી સ્પૂન લાલ મરચું પાવડર
  6. 1 ટી સ્પૂન વાટેલા આદું લસણ ની પેસ્ટ
  7. 1 ટી સ્પૂન ધાણા જીરું
  8. 1/2 ટી સ્પૂન હળદર
  9. 1 ટી સ્પૂન લીંબુ નો રસ
  10. ચપટી સોડા
  11. મીઠું સ્વાદ અનુસાર
  12. 2 ટી સ્પૂન તેલ
  13. વધાર માટે
  14. 2 ટી સ્પૂન તેલ
  15. 1/2 ટી સ્પૂન રાઈ
  16. 3 થી 4 લીમડા ના પાન
  17. 1/2 ટી સ્પૂન તલ
  18. ચપટી હિંગ

સૂચનાઓ

  1. સૌ પ્રથમ કારેલા ની છાલ માં મીઠું ચોળી 5 મિનિટ સાઈડ માં રાખી દો.
  2. હવે એક મોટા બાઉલ માં કારેલા ની છાલ લઈ તેમાં ચણા નો લોટ,ઘઉં નો લોટ,લાલ મરચું, હળદર,ધાણા જીરું, મીઠું(જરૂર પડે તો),ગોળ,કોથમીર,તેલ નું મોણ આ બધું નાખી મિક્સ કરો.
  3. હવે તેના પર ચપટી સોડા અને 1 ચમચી લીંબુ નો રસ ઉમેરી ફરી મિક્સ કરો.
  4. હવે તેલ વાળો હાથ કરી નાની નાની વળી વાળો.
  5. હવે એક તપેલી માં પાણી લઈ ઉપર ચારણી રાખી વળી ને બાફવા મુકો.
  6. 10 મિનિટ પછી ચપ્પુ વડે ચેક કરી ચપ્પુ ચોખ્ખું નીકળે તો બફાઈ ગઈ નહીં તો હજી 5 મિનિટ સુધી બાફવા દેવી.
  7. હવે એક પેન માં તેલ ગરમ કરો તેલ ગરમ થઇ એટલે તેમાં રાઈ, તલ,લીમડા ના પાન અને ચપટી હિંગ નાખી વડી ઉમેરો.
  8. વડી ને બંને બાજુ ધીમા તાપે કડક થવા દો.
  9. તો તૈયાર છે ગરમા ગરમ કારેલા ના છાલ ની વડી.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર