Open in app

પુડલા પિઝા પોટલી

1 review
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  25 min
પીરસવું  5 people
Urvashi Belani28th Jul 2018

Pudla pizza potli ના વિશે

Ingredients to make Pudla pizza potli in gujarati

  • પુડલા માટે:
  • 1 કપ વેસણ
  • 2 ચમચા દહીં
  • 1 ચમચી લાલ મરચું
  • 1/4 ચમચી હળદર
  • 1/2 ચમચી અજમો
  • સ્વાદાનુસાર નમક
  • કોથમીર
  • પૂરણ માટે:
  • 4 ચમચા પિઝા સોસ
  • 1/2 કપ છીણેલું મોઝેરેલા ચીઝ
  • 1 બારીક કાપેલો કાંદો
  • 1 બારીક કાપેલું ટામેટું
  • 1/4 કપ કાપેલી લીલી ડુંગળી
  • 1/4 કપ બાફેલા સ્વીટકોર્ન
  • 1/2 બારીક કાપેલું ગાજર
  • 1/2 બારીક કાપેલી શિમલા મિર્ચ
  • 1/4 બારીક કાપેલી પત્તાગોબી
  • 2 ચમચા કાળા ઓલિવ
  • 1 ચમચી ચીલી ફ્લેક્સ
  • 1 ચમચી ઓરિગેનો
  • સ્વાદાનુસાર નમક
  • 2 ચમચા તેલ
  • લીલી ડુંગળી અને ટૂથપીક (પોટલી બનાવવા માટે)

How to make Pudla pizza potli in gujarati

  1. પૂરણ બનાવવા માટે એક કઢાઈ માં તેલ ગરમ કરી ડુંગળી નાખી સાંતળો, 2 મિનિટ પછી ટામેટું , સ્વીટકોર્ન અને બધાજ શાકભાજી નાખી મિક્સ કરો. થોડુ નરમ થાય ત્યારે નમક,ચીલી ફ્લેક્સ, ઓરિગેનો નાખો અને ઠંડુ થવા દો પછી મોઝેરેલા ચીઝ નાખી મિક્સ કરો.
  2. પુડલા માટે વેસણ માં બધી સામગ્રી નાખી પાણી વડે ખીરું તૈયાર કરો. નોનસ્ટિક તવા પર આ ખીરા નું એક ચમચો નાખી તેને ગોળાકાર માં ફેલાવો અને બન્ને બાજુ સિમ આંચ પર સેકી લો.બધા પુડલા આ રીતે તૈયાર કરો.
  3. એક પુડલો લઈ તેના પર પિઝા સોસ ફેલાવો પછી વચ્ચે પૂરણ મુકો અને પોટલી બનાવી લીલી ડુંગળી અને ટૂથપીક ની મદદ થી પેક કરો.
  4. પુડલા ને ટમેટાં ના સોસ સાથે સર્વ કરો.

Reviews for Pudla pizza potli in gujarati (1)

Harsha Israni4 months ago

Recipes similar to Pudla pizza potli in gujarati

  • પુડલા

    4 likes
  • પુડલા

    1 likes
  • દેશી પિઝા

    3 likes
  • ઓટ્સ પિઝા

    0 likes
  • બ્રેડ પિઝા

    9 likes
  • બ્રેડ પિઝા

    1 likes