હોમ પેજ / રેસિપી / પાલ પાયસમ

Photo of Paal payasam by Leena Sangoi at BetterButter
536
0
0.0(0)
0

પાલ પાયસમ

Jul-28-2018
Leena Sangoi
5 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પાલ પાયસમ રેસીપી વિશે

પાલ પાયસમ એક એવી મીઠાઇ છે જે દક્ષિણ ભારતીય ઉત્સવ, લગ્ન કે પછી કોઇ ખાસ પ્રસંગે જરૂરથી પીરસવામાં આવે છે. રાંધેલા ભાત, ચરબીયુક્ત દૂધ અને સાકરની મીઠાશ વડે બનતી આ ખીરમાં એલચી અને કેસર વગેરે ઉમેરવાથી તે મજેદાર સુગંધી અને મલાઇદાર બને છે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • દક્ષિણ ભારતીય
  • ઉકાળવું
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. ૪ ૧/૨ કપ મલાઇદાર દૂધ
  2. ૧/૪ કપ ચોખા , ૩૦ મિનિટ પલાળીને નીતારી લીધેલા
  3. ૧/૪ કપ હૂંફાળું મલાઇદાર દૂધ
  4. ૧/૪ ટીસ્પૂન કેસરના રેસા
  5. ૧/૨ કપ સાકર
  6. ૧/૨ ટીસ્પૂન એલચી પાવડર

સૂચનાઓ

  1. એક બાઉલમાં હૂંફાળું દૂધ અને કેસર મેળવી, સારી રીતે મિક્સ કરી બાજુ પર રાખો.
  2. એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં દૂધ ગરમ કરો.
  3. તેમાં ચોખા નાંખી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૭ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રહી રાંધી લો.
  4. આમ જ દૂધને વધુ ૪ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી તેમાં રહેલા ભાતને વચ્ચે-વચ્ચે હળવેથી ચમચાના પાછલા ભાગ વડે મસળતા રહી, પૅનની બાજુ પર ચીટકેલી મલાઇને ચમચા વડે ઉખેડતા રહીને રાંધી લો.
  5. તે પછી તેમાં સાકર, કેસરવાળું દૂધ અને એલચી પાવડર નાંખી, સારી રીતે મિક્સ કરીને મધ્યમ તાપ પર વધુ ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
  6. ગરમ અથવા ઠંડું કરીને પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર