Open in app

પાલ પાયસમ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  20 min
પીરસવું  4 people
Leena Sangoi28th Jul 2018

Paal payasam ના વિશે

Ingredients to make Paal payasam in gujarati

  • ૪ ૧/૨ કપ મલાઇદાર દૂધ
  • ૧/૪ કપ ચોખા , ૩૦ મિનિટ પલાળીને નીતારી લીધેલા
  • ૧/૪ કપ હૂંફાળું મલાઇદાર દૂધ
  • ૧/૪ ટીસ્પૂન કેસરના રેસા
  • ૧/૨ કપ સાકર
  • ૧/૨ ટીસ્પૂન એલચી પાવડર

How to make Paal payasam in gujarati

  1. એક બાઉલમાં હૂંફાળું દૂધ અને કેસર મેળવી, સારી રીતે મિક્સ કરી બાજુ પર રાખો.
  2. એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં દૂધ ગરમ કરો.
  3. તેમાં ચોખા નાંખી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૭ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રહી રાંધી લો.
  4. આમ જ દૂધને વધુ ૪ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી તેમાં રહેલા ભાતને વચ્ચે-વચ્ચે હળવેથી ચમચાના પાછલા ભાગ વડે મસળતા રહી, પૅનની બાજુ પર ચીટકેલી મલાઇને ચમચા વડે ઉખેડતા રહીને રાંધી લો.
  5. તે પછી તેમાં સાકર, કેસરવાળું દૂધ અને એલચી પાવડર નાંખી, સારી રીતે મિક્સ કરીને મધ્યમ તાપ પર વધુ ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
  6. ગરમ અથવા ઠંડું કરીને પીરસો.

Reviews for Paal payasam in gujarati (0)

No reviews yet.

Recipes similar to Paal payasam in gujarati

  • સાકર પાયસમ/ નેઈ પાયસમ/ આરાવાની પાયસમ

    75 likes