Open in app

પાતરા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  25 min
પીરસવું  4 people
Rani Soni28th Jul 2018

Patra ના વિશે

Ingredients to make Patra in gujarati

  • 10 નંગ અળવીના પાન
  • 1 1/2 કપ ચણાનો લોટ
  • 2 ચમચી ચોખા નો લોટ
  • 1 ચમચી આદુમરચાની પેસ્ટ
  • 1 ચમચી હળદર
  • 1 ચમચી લાલ મરચું
  • 1/2 ચમચી હિંગ
  • 2 ચમચી તેલ
  • સ્વાદ અનુસાર મીઠું
  • 3/4 ચમચી ગોળ
  • 1 લીંબુ નો રસ
  • વઘાર માટે:
  • 2 ચમચી તેલ
  • 1/2 ચમચી રાઇ
  • 1 ચમચી તલ
  • 1 ચમચી કોથમીર
  • ગાર્નિશ માટે- છીણેલું નારિયલ 1 ચમચી
  • લીલી ચટણી ટોમેટો કેચપ 2 ચમચી

How to make Patra in gujarati

  1. સૌથી પહેલા એક બાઉલ માં ચોખા નો લોટ,ચણાનો લોટ,આદુ મરચાની પેસ્ટ ,ગોળ ,હળદર ,લાલમરચું ,હિંગ ,સ્વાદ અનુસાર મીઠું, ૨ ચમચી તેલ , લીંબુ નો રસ નાંખી ને થોડું પાણી નાંખી ને ખીરું તૈયાર કરો
  2. પછી એને સાઈડમાં મૂકી દો.
  3. અળવીના પાનને સારી રીતે ધોઈને લૂંછી લો પાનના ઠૂંઠાને કાપી દો
  4. હવે પાનની અંદરની તરફ તૈયાર પેસ્ટ લગાવો અને પૂરા પાન પર ફેલાવો.
  5. આ રીતે એક બીજું પાન ઉપર મૂકો પછી એના પર પેસ્ટ લગાડો.
  6. પછી આ રીતે ત્રીજા પાન મૂકો અને પેસ્ટ લગાડો.
  7. પછી આ રીતે ત્રણે પાન પર પેસ્ટ લગાડી બીજી તરફથી સારી રીતે રોલ કરો
  8. આ રીતે પાતરાનો રોલ તૈયાર છે અને વરાળમાં 20-25 મિનિટ સુધી બાફો
  9. પછી તાપને બંદ કરી કાઢી લો.
  10. હવે આ ઠંડા થયા પછી એને 1/4 ઈંચના ટુકડામાં કાપી લો
  11. હવે કઢાહીમાં તેલ ગરમ કરી એમાં રાઈ નાખો
  12. તલ અને હીંગ નાખો
  13. હવે એમાં કાપેલા પાતરાના ટુકડા નાખી ધીમા તાપ પર શેકો
  14. કોથમીર, છીણેલું નારિયલ થી ગાર્નિશ કરો
  15. લીલી ચટણી ટોમેટો કેચપ સાથે સર્વ કરો

Reviews for Patra in gujarati (0)

No reviews yet.

Recipes similar to Patra in gujarati

  • Trifle

    1 likes
  • Fruit Cake

    404 likes
  • Fruit Cake

    208 likes
  • Fruit Cake

    229 likes
  • Fruit Cake

    143 likes
  • Fruit cake

    38 likes