Photo of Patra by Rani Soni at BetterButter
627
1
0.0(0)
0

પાતરા

Jul-28-2018
Rani Soni
10 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પાતરા રેસીપી વિશે

પાતરા એક ગુજરાતી નાશ્તો છે જેને ખાતા જ તમે વધારે ખાવાની ઈચ્છા જાહેર કરશો.જે બહુ વધારે પૌષ્ટિક હોય છે. આવો જાણીએ આ સ્વાદિષ્ટ રેસીપી વિશે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 10 નંગ અળવીના પાન
  2. 1 1/2 કપ ચણાનો લોટ
  3. 2 ચમચી ચોખા નો લોટ
  4. 1 ચમચી આદુમરચાની પેસ્ટ
  5. 1 ચમચી હળદર
  6. 1 ચમચી લાલ મરચું
  7. 1/2 ચમચી હિંગ
  8. 2 ચમચી તેલ
  9. સ્વાદ અનુસાર મીઠું
  10. 3/4 ચમચી ગોળ
  11. 1 લીંબુ નો રસ
  12. વઘાર માટે:
  13. 2 ચમચી તેલ
  14. 1/2 ચમચી રાઇ
  15. 1 ચમચી તલ
  16. 1 ચમચી કોથમીર
  17. ગાર્નિશ માટે- છીણેલું નારિયલ 1 ચમચી
  18. લીલી ચટણી ટોમેટો કેચપ 2 ચમચી

સૂચનાઓ

  1. સૌથી પહેલા એક બાઉલ માં ચોખા નો લોટ,ચણાનો લોટ,આદુ મરચાની પેસ્ટ ,ગોળ ,હળદર ,લાલમરચું ,હિંગ ,સ્વાદ અનુસાર મીઠું, ૨ ચમચી તેલ , લીંબુ નો રસ નાંખી ને થોડું પાણી નાંખી ને ખીરું તૈયાર કરો
  2. પછી એને સાઈડમાં મૂકી દો.
  3. અળવીના પાનને સારી રીતે ધોઈને લૂંછી લો પાનના ઠૂંઠાને કાપી દો
  4. હવે પાનની અંદરની તરફ તૈયાર પેસ્ટ લગાવો અને પૂરા પાન પર ફેલાવો.
  5. આ રીતે એક બીજું પાન ઉપર મૂકો પછી એના પર પેસ્ટ લગાડો.
  6. પછી આ રીતે ત્રીજા પાન મૂકો અને પેસ્ટ લગાડો.
  7. પછી આ રીતે ત્રણે પાન પર પેસ્ટ લગાડી બીજી તરફથી સારી રીતે રોલ કરો
  8. આ રીતે પાતરાનો રોલ તૈયાર છે અને વરાળમાં 20-25 મિનિટ સુધી બાફો
  9. પછી તાપને બંદ કરી કાઢી લો.
  10. હવે આ ઠંડા થયા પછી એને 1/4 ઈંચના ટુકડામાં કાપી લો
  11. હવે કઢાહીમાં તેલ ગરમ કરી એમાં રાઈ નાખો
  12. તલ અને હીંગ નાખો
  13. હવે એમાં કાપેલા પાતરાના ટુકડા નાખી ધીમા તાપ પર શેકો
  14. કોથમીર, છીણેલું નારિયલ થી ગાર્નિશ કરો
  15. લીલી ચટણી ટોમેટો કેચપ સાથે સર્વ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર