Open in app

મસાલા ખીચડી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  30 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  3 people
Urvashi Belani29th Jul 2018

Masala khichdi ના વિશે

Ingredients to make Masala khichdi in gujarati

  • 1 કપ ચોખા
  • 1/2 કપ તુવેર દાળ
  • 1/4 કપ મગ ની દાળ
  • 2 ચમચા ઘી
  • 1/2 ,ચમચી રાઈ
  • 1/2 ચમચી જીરું
  • 1/4 ચમચી હિંગ
  • 1 તજપાન
  • 1 નાનો ટુકડો તજ
  • 2લવિંગ
  • 2આખા લાલ મરચાં
  • 2 ચમચા સિંગદાણા
  • 2 ચમચા વાટેલા આદુ મરચાં લસણ
  • 1 સમારેલી ડુંગળી
  • 1 સમારેલું ટામેટું
  • 1 સમારેલું બટાકુ
  • 1/4 કપ લીલા વટાણા
  • 1 ચમચી લાલ મરચું
  • 1/2 ચમચી હળદર
  • સ્વાદાનુસાર નમક
  • કોથમીર

How to make Masala khichdi in gujarati

  1. દાળ અને ચોખા ને1/2 કલાક પાણી માં પલાળી પછી ધોઈ લો.
  2. કુકર માં ધી ગરમ કરી રાઈ નાખો. જ્યારે રાઈ તતડે ત્યારે જીરું, હિંગ, લાલ મરચાં, તજ,લવિંગ, તજપાન અને સિંગદાણા નાખી ડુંગળી નાખો.
  3. વાટેલા આદુ મરચા લસણ નાખી 2 મિનિટ સાંતળો. પછી ટામેટું, બટાકુ અને વટાણા નાખો.
  4. 1 મિનિટ પછી લાલ મરચું, હળદર અને નમક નાખી દાળ અને ચોખા નાખી મિક્સ કરો.
  5. જરૂરિયાત મુજબ પાણી નાખી 2 સિટી વાગે ત્યાં સુધી રાંધી પછી ગેસ બંદ કરી દો.
  6. ગરમ ગરમ ખીચડી ની ઉપર ધી અને કોથમીર નાખી દહીં, પાપડ અને અથાણાં સાથે સર્વ કરો.

Reviews for Masala khichdi in gujarati (0)

No reviews yet.

Recipes similar to Masala khichdi in gujarati

  • ખીચડી

    1 likes
  • મસાલા મગ

    1 likes
  • મસાલા ચા

    1 likes
  • મસાલા કોન

    8 likes
  • કઢી ખીચડી

    3 likes
  • ચના મસાલા

    6 likes