હોમ પેજ / રેસિપી / મસાલા ખીચડી

Photo of Masala khichdi by Urvashi Belani at BetterButter
0
3
0(0)
0

મસાલા ખીચડી

Jul-29-2018
Urvashi Belani
30 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મસાલા ખીચડી રેસીપી વિશે

આ રેસીપી માં દાળ અને ચોખા ને મિક્સ કરી તથા અન્ય મસાલા નાખી ખીચડી બનાવી છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • ગુજરાત
  • પ્રેશર કુક
  • મુખ્ય વાનગી

સામગ્રી સર્વિંગ: 3

  1. 1 કપ ચોખા
  2. 1/2 કપ તુવેર દાળ
  3. 1/4 કપ મગ ની દાળ
  4. 2 ચમચા ઘી
  5. 1/2 ,ચમચી રાઈ
  6. 1/2 ચમચી જીરું
  7. 1/4 ચમચી હિંગ
  8. 1 તજપાન
  9. 1 નાનો ટુકડો તજ
  10. 2લવિંગ
  11. 2આખા લાલ મરચાં
  12. 2 ચમચા સિંગદાણા
  13. 2 ચમચા વાટેલા આદુ મરચાં લસણ
  14. 1 સમારેલી ડુંગળી
  15. 1 સમારેલું ટામેટું
  16. 1 સમારેલું બટાકુ
  17. 1/4 કપ લીલા વટાણા
  18. 1 ચમચી લાલ મરચું
  19. 1/2 ચમચી હળદર
  20. સ્વાદાનુસાર નમક
  21. કોથમીર

સૂચનાઓ

  1. દાળ અને ચોખા ને1/2 કલાક પાણી માં પલાળી પછી ધોઈ લો.
  2. કુકર માં ધી ગરમ કરી રાઈ નાખો. જ્યારે રાઈ તતડે ત્યારે જીરું, હિંગ, લાલ મરચાં, તજ,લવિંગ, તજપાન અને સિંગદાણા નાખી ડુંગળી નાખો.
  3. વાટેલા આદુ મરચા લસણ નાખી 2 મિનિટ સાંતળો. પછી ટામેટું, બટાકુ અને વટાણા નાખો.
  4. 1 મિનિટ પછી લાલ મરચું, હળદર અને નમક નાખી દાળ અને ચોખા નાખી મિક્સ કરો.
  5. જરૂરિયાત મુજબ પાણી નાખી 2 સિટી વાગે ત્યાં સુધી રાંધી પછી ગેસ બંદ કરી દો.
  6. ગરમ ગરમ ખીચડી ની ઉપર ધી અને કોથમીર નાખી દહીં, પાપડ અને અથાણાં સાથે સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર