Open in app

શાહી સેફ્રોન પનીર

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  20 min
બનાવવાનો સમય  20 min
પીરસવું  3 people
Rani Soni29th Jul 2018

Shahi Saffron Paneer ના વિશે

Ingredients to make Shahi Saffron Paneer in gujarati

  • 200 ગ્રામ પનીર
  • 1/2 કપ દહીં
  • 1 ચમચી હળદર પાવડર
  • 1 ચમચી ગરમ મસાલા પાવડર
  • 2 નાની ચમચી આદુ-લસણ પેસ્ટ
  • 1 ચમચી લીલા મરચાં પેસ્ટ
  • 1 ચમચી ક્રીમ
  • 1/2 નાની ચમચી જીરુ
  • 1 ઈંચ તજ નો ટુકડો
  • 1-2 તજ પાન
  • 2 મોટી ઈલાઈચી
  • 1 અેલચી નો પાવડર
  • હિંગ ચપટી
  • કેસર 1 ચપટી (1 ચમચી દૂધ માં પલાળેલ)
  • મીઠું સ્વાદ મુજમ
  • 1 ચમચી તેલ
  • 1/2 ચમચી ખાંડ
  • 1/2 ચમચી કોથમીર
  • 1/2 ચમચી તાજી ગુલાબ ની પાંદડી
  • સેફ્રોન (કેસર) ચપટી
  • પેસ્ટ માટે:
  • 1 કપ ડુંગળી સમારેલ
  • 2-3 ચમચી કાજુ
  • 1 ચમચી મગજતરી ના બીજ

How to make Shahi Saffron Paneer in gujarati

  1. પેસ્ટ બનવવા માટે ડુંગળી, કાજુ, મગજતરી ના બીજ ને 1 ½ કપ પાણીમાં 7-8 મિનિટ સુધી ઉકાળો.
  2. તેને ઠંડું પાડી પાણી કાઢી લો (આ પાણી સ્ટોક માં ઉપયોગ કરો).
  3. બ્લેન્ડરમાં પિસી પેસ્ટ બનાવો.
  4. એક પેન માં તેલ ગરમ કરો, જીરું નાંખો તજપાન ,મોટી ઈલાઈચી, તજ ઉમેરો અને સાંતળો.
  5. હિંગ, આદુ ,લસણ,મરચાં પેસ્ટ ઉમેરો.
  6. તૈયાર ડુંગળીના પેસ્ટને ઉમેરો, સારી મિકસ કરો 2-3 મિનિટ સુધી સાંતળો.
  7. હળદર પાવડર, મીઠું ઉમેરો અને સારી રીતે મિકસ કરો.
  8. દહીં ને મિશ્રણમાં ઉમેરો
  9. 1/2 કપ પાણી ઉમેરો (સ્ટોક માં મૂકેલ પાણી) હવે ઉકાળો.
  10. એલચીના પાવડર ને ઉમેરો.
  11. ખાંડ ઉમેરો.
  12. સેફ્રોન ઉમેરો (દૂધ માં પલાળેલ).
  13. ગ્રેવી માં ક્રીમ ઉમેરો.
  14. હવે પનીર ના ટુકડા ઉમેરો અને સારી રીતે તેને 3-4 મિનિટ માટે ઉકાળો.
  15. ગરમ મસાલો નાંખો મિકસ કરો.
  16. શાહી પનીર તૈયાર છે.
  17. કોથમીર ,કેસર, તાજી ગુલાબ ની પાંદડી થી સજાવો.
  18. રોટી કે પરાઠા સાથે પિરસો.

Reviews for Shahi Saffron Paneer in gujarati (0)

No reviews yet.

Recipes similar to Shahi Saffron Paneer in gujarati

  • મટર પનીર

    4 likes
  • મટર પનીર

    2 likes
  • પાલક પનીર

    914 likes
  • ચીલી પનીર

    355 likes
  • કઢાઇ પનીર

    204 likes
  • પાલક પનીર

    11 likes