હોમ પેજ / રેસિપી / શાહી સેફ્રોન પનીર

Photo of Shahi Saffron Paneer by Rani Soni at BetterButter
0
3
0(0)
0

શાહી સેફ્રોન પનીર

Jul-29-2018
Rani Soni
20 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

શાહી સેફ્રોન પનીર રેસીપી વિશે

શાહી સેફ્રોન પનીર અે મુગલાઈ વાનગી છે જે તેના નામ પર થી જ રોયલ ડીશ છે એ સમજી જવાય છે.જે ટેસ્ટ માં સ્વાદિષ્ટ લાગે છે. દહીં ,ક્રીમ, સેફ્રોન તેમજ તાજી ગુલાબ ની પાંદડી ગ્રેવી ને રોયલ ફલેવર આપે છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ડીનર પાર્ટી
  • મુગલાઈ
  • ધીમે ધીમે ઉકાળવું
  • ઉકાળવું
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. 200 ગ્રામ પનીર
  2. 1/2 કપ દહીં
  3. 1 ચમચી હળદર પાવડર
  4. 1 ચમચી ગરમ મસાલા પાવડર
  5. 2 નાની ચમચી આદુ-લસણ પેસ્ટ
  6. 1 ચમચી લીલા મરચાં પેસ્ટ
  7. 1 ચમચી ક્રીમ
  8. 1/2 નાની ચમચી જીરુ
  9. 1 ઈંચ તજ નો ટુકડો
  10. 1-2 તજ પાન
  11. 2 મોટી ઈલાઈચી
  12. 1 અેલચી નો પાવડર
  13. હિંગ ચપટી
  14. કેસર 1 ચપટી (1 ચમચી દૂધ માં પલાળેલ)
  15. મીઠું સ્વાદ મુજમ
  16. 1 ચમચી તેલ
  17. 1/2 ચમચી ખાંડ
  18. 1/2 ચમચી કોથમીર
  19. 1/2 ચમચી તાજી ગુલાબ ની પાંદડી
  20. સેફ્રોન (કેસર) ચપટી
  21. પેસ્ટ માટે:
  22. 1 કપ ડુંગળી સમારેલ
  23. 2-3 ચમચી કાજુ
  24. 1 ચમચી મગજતરી ના બીજ

સૂચનાઓ

  1. પેસ્ટ બનવવા માટે ડુંગળી, કાજુ, મગજતરી ના બીજ ને 1 ½ કપ પાણીમાં 7-8 મિનિટ સુધી ઉકાળો.
  2. તેને ઠંડું પાડી પાણી કાઢી લો (આ પાણી સ્ટોક માં ઉપયોગ કરો).
  3. બ્લેન્ડરમાં પિસી પેસ્ટ બનાવો.
  4. એક પેન માં તેલ ગરમ કરો, જીરું નાંખો તજપાન ,મોટી ઈલાઈચી, તજ ઉમેરો અને સાંતળો.
  5. હિંગ, આદુ ,લસણ,મરચાં પેસ્ટ ઉમેરો.
  6. તૈયાર ડુંગળીના પેસ્ટને ઉમેરો, સારી મિકસ કરો 2-3 મિનિટ સુધી સાંતળો.
  7. હળદર પાવડર, મીઠું ઉમેરો અને સારી રીતે મિકસ કરો.
  8. દહીં ને મિશ્રણમાં ઉમેરો
  9. 1/2 કપ પાણી ઉમેરો (સ્ટોક માં મૂકેલ પાણી) હવે ઉકાળો.
  10. એલચીના પાવડર ને ઉમેરો.
  11. ખાંડ ઉમેરો.
  12. સેફ્રોન ઉમેરો (દૂધ માં પલાળેલ).
  13. ગ્રેવી માં ક્રીમ ઉમેરો.
  14. હવે પનીર ના ટુકડા ઉમેરો અને સારી રીતે તેને 3-4 મિનિટ માટે ઉકાળો.
  15. ગરમ મસાલો નાંખો મિકસ કરો.
  16. શાહી પનીર તૈયાર છે.
  17. કોથમીર ,કેસર, તાજી ગુલાબ ની પાંદડી થી સજાવો.
  18. રોટી કે પરાઠા સાથે પિરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર