Open in app

વેજીટેબલ ફુલ

1 review
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  55 min
પીરસવું  4 people
Bhavana Kataria29th Jul 2018

Vegetable flower ના વિશે

Ingredients to make Vegetable flower in gujarati

  • A) વેજીટેબલ ફિલીંગ માટે
  • ૧ કપ બાફેલા બટેટા નો છુંદો
  • ૧/૨ કપ ઝીણા સમારેલા લીલાં કેપ્સિકમ મરચાં
  • ૧/૨ કપ ઝીણા સમારેલા લાલ કેપ્સિકમ મરચાં
  • ૧/૨ કપ ઝીણા સમારેલા કેપ્સીકમ મરચા
  • ૧/૨ કપ ઝીણા સમારેલા કાંદા
  • ૧/૨ કપ છીણેલું ગાજર
  • ૧/૨ નાની ચમચી આદુ મરચાની પેસ્ટ
  • ૧/૨ નાની ચમચી લસણની પેસ્ટ
  • ૧/૪ નાની ચમચી હિંગ
  • ૧/૨ નાની ચમચી હળદર
  • ૧/૨ નાની ચમચી ધાણાજીરું પાઉડર
  • ૨ મોટી ચમચી મરચું પાઉડર
  • મીઠું સ્વાદ અનુસાર
  • ૨ ચમચી તેલ
  • B) ફૂલ બનાવવા માટે
  • ૧ ૧/૨ કપ મેંદો
  • ૧/૨ મોટી ચમચી ડ્રાય યિસ્ટ
  • ૧/૨ નાની ચમચી ખાંડ
  • ૧/૨ ઉકાળેલું હૂંફાળું પાણી
  • મીઠું સ્વાદ અનુસાર
  • ૨ મોટી ચમચી બટર
  • C) સજાવવા માટે
  • કાળા અને સફેદ તલ
  • ટમેટાનો સોસ

How to make Vegetable flower in gujarati

  1. સૌપ્રથમ એક બાઉલમાં ડ્રાઈ યિસ્ટ અને ખાંડ લો.
  2. ત્યારબાદ તેમાં હૂંફાળું પાણી એડ કરો.
  3. મિશ્રણને બરાબર હલાવી લો.
  4. આ મિશ્રણને ૧૦ મિનિટ સુધી રહેવા દો.
  5. ત્યારબાદ એક બાઉલમાં મેંદાનો લોટ લો.
  6. ઇસ્ત નું મિશ્રણ એડ કરો.
  7. લોટ બાંધો.
  8. મિશ્રણ ને બરાબર મિકસ કરી ને લોટ બાંધી લો.
  9. ધ્યાન રાખો લોટ બહુ કઠણ કે બહુ ઢીલો ના હોવો જોઈએ.
  10. બાંધેલા લોટ ને અડધી કલાક માટે ભીનું કપડું ઢાંકી ને રેવા દો.
  11. હવે એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો.
  12. તેલ ગરમ થાય એટલે એમાં હિંગ નાખો.
  13. ત્યાર બાદ આદુ મરચા અને લસણની પેસ્ટ નાખો અને સતળી લો.
  14. હવે ઝીણા સમારેલા કાંદા નાખો.
  15. કાંદા ગુલાબી કલરના થાય ત્યાં સુધી તેને સાંતળો.
  16. ત્યારબાદ બધા શાકભાજી નાખો અને મસાલા નાખો.
  17. ૧૦ મિનિટ સુધી ચડવા દો.
  18. હવે ગેસ બંધ કરી દો.
  19. ત્યારબાદ લોટ ના મેડીયમ સાઇઝ ના ગુંદાલા કરો.
  20. અટામણ નો ઉપયોગ કરી ને નાના વનો.
  21. હવે તેમાં સ્ટફિંગ નાખો.
  22. અને ગુંદાળા ને પેંક કરી લ્યો.
  23. નાની સાઇઝ ના વનો.
  24. હવે કપા પડી ને ફૂલ નો આકર આપો.
  25. તેના ઉપર બટર લગાડો અને સોસ અને તલ લગાવો.
  26. પહેલાં ગરમ કરેલા ૧૮૦° ના ઓવેન માં ૧૦-૧૫ મીનીટ સુધી બેક કરવા મૂકો.
  27. બેક થઈ જઈ એટલે ગરમ સર્વ કરો.

Reviews for Vegetable flower in gujarati (1)

Anjali Kataria5 months ago

Recipes similar to Vegetable flower in gujarati

  • વેજીટેબલ કઢી

    2 likes
  • વેજીટેબલ કટલેટ

    4 likes
  • વેજીટેબલ પુલાવ

    4 likes
  • વેજીટેબલ પુલાવ

    0 likes
  • વેજીટેબલ કટલેટ

    1 likes
  • વેજીટેબલ પુલાવ

    385 likes