Photo of Vegetable flower by Bhavana Kataria at BetterButter
818
3
0.0(1)
0

Vegetable flower

Jul-29-2018
Bhavana Kataria
10 મિનિટ
તૈયારી નો સમય
55 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • બાળકો માટે વાનગીઓ
  • ગુજરાત
  • માઈક્રોવેવિંગ
  • મૂળભૂત વાનગીઓ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1. A) વેજીટેબલ ફિલીંગ માટે
  2. ૧ કપ બાફેલા બટેટા નો છુંદો
  3. ૧/૨ કપ ઝીણા સમારેલા લીલાં કેપ્સિકમ મરચાં
  4. ૧/૨ કપ ઝીણા સમારેલા લાલ કેપ્સિકમ મરચાં
  5. ૧/૨ કપ ઝીણા સમારેલા કેપ્સીકમ મરચા
  6. ૧/૨ કપ ઝીણા સમારેલા કાંદા
  7. ૧/૨ કપ છીણેલું ગાજર
  8. ૧/૨ નાની ચમચી આદુ મરચાની પેસ્ટ
  9. ૧/૨ નાની ચમચી લસણની પેસ્ટ
  10. ૧/૪ નાની ચમચી હિંગ
  11. ૧/૨ નાની ચમચી હળદર
  12. ૧/૨ નાની ચમચી ધાણાજીરું પાઉડર
  13. ૨ મોટી ચમચી મરચું પાઉડર
  14. મીઠું સ્વાદ અનુસાર
  15. ૨ ચમચી તેલ
  16. B) ફૂલ બનાવવા માટે
  17. ૧ ૧/૨ કપ મેંદો
  18. ૧/૨ મોટી ચમચી ડ્રાય યિસ્ટ
  19. ૧/૨ નાની ચમચી ખાંડ
  20. ૧/૨ ઉકાળેલું હૂંફાળું પાણી
  21. મીઠું સ્વાદ અનુસાર
  22. ૨ મોટી ચમચી બટર
  23. C) સજાવવા માટે
  24. કાળા અને સફેદ તલ
  25. ટમેટાનો સોસ

સૂચનાઓ

  1. સૌપ્રથમ એક બાઉલમાં ડ્રાઈ યિસ્ટ અને ખાંડ લો.
  2. ત્યારબાદ તેમાં હૂંફાળું પાણી એડ કરો.
  3. મિશ્રણને બરાબર હલાવી લો.
  4. આ મિશ્રણને ૧૦ મિનિટ સુધી રહેવા દો.
  5. ત્યારબાદ એક બાઉલમાં મેંદાનો લોટ લો.
  6. ઇસ્ત નું મિશ્રણ એડ કરો.
  7. લોટ બાંધો.
  8. મિશ્રણ ને બરાબર મિકસ કરી ને લોટ બાંધી લો.
  9. ધ્યાન રાખો લોટ બહુ કઠણ કે બહુ ઢીલો ના હોવો જોઈએ.
  10. બાંધેલા લોટ ને અડધી કલાક માટે ભીનું કપડું ઢાંકી ને રેવા દો.
  11. હવે એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો.
  12. તેલ ગરમ થાય એટલે એમાં હિંગ નાખો.
  13. ત્યાર બાદ આદુ મરચા અને લસણની પેસ્ટ નાખો અને સતળી લો.
  14. હવે ઝીણા સમારેલા કાંદા નાખો.
  15. કાંદા ગુલાબી કલરના થાય ત્યાં સુધી તેને સાંતળો.
  16. ત્યારબાદ બધા શાકભાજી નાખો અને મસાલા નાખો.
  17. ૧૦ મિનિટ સુધી ચડવા દો.
  18. હવે ગેસ બંધ કરી દો.
  19. ત્યારબાદ લોટ ના મેડીયમ સાઇઝ ના ગુંદાલા કરો.
  20. અટામણ નો ઉપયોગ કરી ને નાના વનો.
  21. હવે તેમાં સ્ટફિંગ નાખો.
  22. અને ગુંદાળા ને પેંક કરી લ્યો.
  23. નાની સાઇઝ ના વનો.
  24. હવે કપા પડી ને ફૂલ નો આકર આપો.
  25. તેના ઉપર બટર લગાડો અને સોસ અને તલ લગાવો.
  26. પહેલાં ગરમ કરેલા ૧૮૦° ના ઓવેન માં ૧૦-૧૫ મીનીટ સુધી બેક કરવા મૂકો.
  27. બેક થઈ જઈ એટલે ગરમ સર્વ કરો.

સમીક્ષાઓ (1)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
Anjali Kataria
Jul-29-2018
Anjali Kataria   Jul-29-2018

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર