હોમ પેજ / રેસિપી / હરિયાલી પાવ ભાજી

Photo of Green paav bhaji by Kamal Thakkar at BetterButter
551
2
0.0(0)
0

હરિયાલી પાવ ભાજી

Jul-29-2018
Kamal Thakkar
15 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

હરિયાલી પાવ ભાજી રેસીપી વિશે

આજકાલ રેગ્યુલર પાવભાજી કરતા ગ્રીન પાવ ભાજી નો ક્રેઝ વધી ગયો છે અને આ ખુબજ પોષ્ટીક પણ છે. મેં બનાવેલી હરિયાલી પાવ ભાજી બધીજ લિલી વસ્તુ વાપરી ને બનાવેલી છે અને સ્વાદ માં પણ ખુબજ સરસ લાગે છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ગુજરાત
  • સાંતળવું
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 6

  1. બટેટા ૪ (મોટા)
  2. ફ્લાવર ૧ કપ
  3. લીલા વટાણા ૧ કપ
  4. કેપ્સિકમ ૧ મોટું
  5. પાલક ની પ્યુરી ૧/૪ કપ
  6. લીલું લસણ ૧/૪ કપ
  7. લીલા કાંદા ૭-૮
  8. લીલા ટામેટા ૩
  9. આદુ ૧ ઇંચ
  10. લીલા મરચા ૩
  11. કોથમીર ૧/૪ કપ
  12. માખણ ૧ ટેબલ સ્પૂન
  13. તેલ ૧ ટેબલ સ્પૂન
  14. હિંગ ૧/૪ ટી સ્પૂન
  15. મીઠું સ્વાદાનુસાર
  16. પાવ ભાજી મસાલો ૨ ટી સ્પૂન
  17. ગરમ મસાલો ૧ ટી સ્પૂન

સૂચનાઓ

  1. બટેટા,ફ્લાવર અને વટાણા ને ધોઈને કૂકર માં ૪-૫ સીટી લઇ લો.
  2. લીલું લસણ અને કાંદા ધોઈ ને બારીક સમારી લો.લીલા કાંદા નો સફેદ ભાગ અલગ રાખો અને લીલો ભાગ અલગ.
  3. પાલક ને ધોઈને,ગરમ પાણી માં બ્લાન્ચ કરી લો.ઠંડુ થાય એટલે એને પીસી લો.
  4. કોથમીર,મરચા અને આદુ નું પેસ્ટ બનાવી લો.
  5. એક પેન માં માખણ અને તેલ નાખો.ગરમ થઇ જાય એટલે લીલા કાંદા નો સફેદ ભાગ ઉમેરો.
  6. એક મિનિટ સાંતળી ને લીલું લસણ ઉમેરો.
  7. ૨-૩ મિનિટ સાંતળી લો અને પછી કોથમીર મરચા ની પેસ્ટ ઉમેરો.
  8. ૨ મિનિટ સાંતળો .
  9. હવે બારીક સમારેલા લીલા ટામેટા ઉમેરો.થોડું મીઠું નાખીને ઢાંકી દો.ટામેટા નરમ થાય જાય ત્યાં સુધી ચડવા દો.
  10. ટામેટા ચડી જાય એટલે પાવભાજી મેશર થી દબાવિ દો એટલે બધું એકરસ થઈ જાય.બારીક સમારેલું કેપ્સિકમ ઉમેરો.
  11. કૂકર માં બાફેલા શાક ને મેશર થઈ મેશ કરો અને કેપ્સિકમ થઈ જાય એટલે ઉમેરો.
  12. જરૂર પડે તો થોડું પાણી નાખીને ભાજી ની તરલતા સેટ કરો.
  13. હવે લીલા કાંદા નો લીલો ભાગ ઉમેરો.
  14. પાવ ભાજી મસાલો તથા ગરમ મસાલો પણ ઉમેરો.
  15. ૩-૪ મિનિટ બધું એકરસ થવા દો અને પછી પાલક ની પ્યુરી ઉમેરો.
  16. બધું મિક્સ કરો અને ૨-૩ મિનિટ ઉકળવા દો. આપણી હરિયાલી પાવ ભાજી તૈયાર છે.ઉપર થોડી કોથમીર ને લીલા કાંદા નાખીને પાવ તથા કાંદા ટામેટા ના સલાડ જોડે પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર